શેર બજાર બંધ થયા બાદ BSE સેન્સેક્સ 98 પોઈન્ટના ઉછાળા સાથે 82,989 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 27 પોઈન્ટના ઉછાળા સાથે 25,384 પોઈન્ટ પર બંધ થયો હતો.
સપ્તાહના પ્રથમ સત્રમાં જ શેર બજાર શાનદાર તેજી સાથે ક્લોઝ, આટલા કરોડને પાર પહોંચ્યું BSE માર્કેટ

ભારતીય શેરબજાર માટે આજનો દિવસ ખૂબ જ સારો અને ઐતિહાસિક રહ્યો છે. બજાજ હાઉસિંગ ફાઇનાન્સ IPOને પ્રાઇમ માર્કેટમાં બમ્પર લિસ્ટિંગ મળ્યું છે. તેથી સેકન્ડરી માર્કેટમાં BSE સેન્સેક્સ અને MSE નિફ્ટી બંને ઐતિહાસિક ઊંચાઈને સ્પર્શવામાં સફળ રહ્યા છે. આજના કારોબારમાં બેન્કિંગ અને એનર્જી શેર્સમાં જોરદાર ખરીદારી જોવા મળી હતી. શેર બજાર બંધ થયા બાદ BSE સેન્સેક્સ 98 પોઈન્ટના ઉછાળા સાથે 82,989 પોઈન્ટ અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 27 પોઈન્ટના ઉછાળા સાથે 25,384 પોઈન્ટ પર બંધ થયો હતો.
આજે બેન્કિંગ, ઓટો, રિયલ એસ્ટેટ, મીડિયા, એનર્જી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર, ઓઈલ અને ગેસ સેક્ટરના શેરમાં ખરીદારી જોવા મળી હતી. જ્યારે આઈટી, એફએમસીજી અને ફાર્મા સેક્ટરના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. આજના કારોબારમાં મિડ-કેપ અને સ્મોલ-કેપ શેરોમાં ફરી એકવાર જોરદાર તેજી જોવા મળી છે. આજના ટ્રેડિંગમાં પણ નિફ્ટી મિડ કેપ ઈન્ડેક્સ ઓલ ટાઈમ હાઈને સ્પર્શવામાં સફળ રહ્યો છે.
BSE પર લિસ્ટેડ શેરનું માર્કેટ કેપ રૂ. 470.49 લાખ કરોડની વિક્રમી ટોચે બંધ થયું છે, જે અગાઉના સત્રમાં રૂ. 468.71 લાખ કરોડના સ્તરે બંધ થયું હતું. એટલે કે આજના સત્રમાં બજારની મૂડીમાં રૂ. 1.78 લાખ કરોડનો ઉછાળો આવ્યો છે. આ સાથે ભારતીય શેરબજારમાં ઉછાળાને કારણે માર્કેટ કેપિટલાઇઝેશન ઐતિહાસિક સ્તરે પહોંચી ગયું છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 15 શેર ઉછાળા સાથે અને 15 નુકસાન સાથે બંધ થયા હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 25 વધ્યા અને 25 નુકસાન સાથે બંધ થયા. વધતા શેરોમાં NTPC, L&T, એક્સિસ બેન્ક, ICICI બેન્ક, નેસ્લે, કોટક મહિન્દ્રા બેન્ક વધારા સાથે બંધ થયા છે. જ્યારે બજાજ ફાઇનાન્સ, એચયુએલ ઘટીને બંધ થયા છે. આ સિવાય અદાણી પોર્ટ્સ, ટાઇટન, અલ્ટ્રાટેક સિમેન્ટ, SBI, ટેક મહિન્દ્રાના શેર ઘટાડા સાથે બંધ થયા હતા.