ગુજરાત

ગુજરાત રાજયના તત્કાલીન પૂર્વ ગૃહપ્રધાન હરેન પંડયાની હત્યાના ચકચારભર્યા કેસમાં 12 આરોપીઓ પૈકીના એક દોષિત ઠરેલા એવા અનસ માચીસવાલાની સજા માફીની અરજી રાજય સરકારે ફગાવી

હરેન પંડયા હત્યા કેસમાં વર્ષ 2019માં સુપ્રીમકોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફરમાવતાં 12 આરોપીઓ પૈકીના એક અનસ માચીસવાલાએ તેની આજીવન કેદની સજાના ભાગરૃપે જેલમાં 13 વર્ષ પૂર્ણ કર્યા હોવાથી તેણે સજા માફી આપવા માટે રાજય સરકારમાં અરજી કરી હતી.

ગુજરાત રાજયના તત્કાલીન પૂર્વ ગૃહપ્રધાન હરેન પંડયાની હત્યાના ચકચારભર્યા કેસમાં 12 આરોપીઓ પૈકીના એક દોષિત ઠરેલા એવા અનસ માચીસવાલાની સજા માફીની અરજી રાજય સરકારે ફગાવી દીધી છે. આ બાબતની જાણ ગુજરાત હાઇકોર્ટમાં રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતા હાઈકોર્ટે અરજીનો નિકાલ કર્યો હતો. બીજીબાજુ, ગુજરાત હાઇકોર્ટે આરોપી અનસ માચીસવાલાના પેરોલ દસ દિવસ માટે વધુ લંબાવી આપ્યા છે.

અનસ માચીસ વાલાને આ કેસમાં આજીવન કેસની સજા થઈ છે અને તેને તેર વર્ષ જેલમાં ગાળ્યા હોવાથી સજા માફી માટે રાજ્ય સરકારમાં અરજી કરી હતી તેની નિર્ણય નહિ લેવામાં આવતા ગત વર્ષે તેઓએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી.

કેસની વિગતો મુજબ. હરેન પંડયા હત્યા કેસમાં વર્ષ 2019માં સુપ્રીમકોર્ટ દ્વારા આજીવન કેદની સજા ફરમાવતાં 12 આરોપીઓ પૈકીના એક અનસ માચીસવાલાએ તેની આજીવન કેદની સજાના ભાગરૃપે જેલમાં 13 વર્ષ પૂર્ણ કર્યા હોવાથી તેણે સજા માફી આપવા માટે રાજય સરકારમાં અરજી કરી હતી.

જો કે, રાજય સરકાર દ્વારા તા.21-8-2024ના નિર્ણય મારફતે અનસ માચીસવાલાની સજા માફી અંગેની અરજી ફગાવી દેવામાં આવી હતી. એ દરમ્યાન આરોપી અનસ માચીસવાલા જેલમાંથી પેરોલ પર છોડાયો હતો. તેથી તેના તરફથી વધુ દસ દિવસ માટે  તેના પેરોલ લંબાવી આપવા હાઇકોર્ટ સમક્ષ માંગણી કરાઇ હતી.

તે દરમ્યાન રાજય સરકાર તરફથી હાઇકોર્ટનું ધ્યાન દોરાયું હતું કે, અનસ માચીસવાલાની સજા માફી અંગેની અરજી તાજેતરમાં જ સરકાર દ્વારા ફગાવી દેવામાં આવી છે. હાઇકોર્ટે સરકારના આ હુકમને રેકર્ડ પર લીધો હતો અને બાદમાં માચીસવાલાના પેરાલ વધુ દસ દિવસ માટે લંબાવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, ગત તા.26-3-2003ના રોજ ગુજરાતના તત્કાલીન ગૃહપ્રધાન હરેન પંડયાની લો ગાર્ડન પાસે પોઇન્ટ બ્લેન્ક રેન્જથી ગોળી મારી હત્યા કરાઇ હતી. આ કેસમાં 12 દોષિતોને ટ્રાયલ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી. જો કે, હાઇકોર્ટે 2011માં ટ્રાયલ કોર્ટનો હુકમ રદબાતલ ઠરાવી આરોપીઓને નિર્દોષ છોડી મૂકયા હતા. બાદમાં સુપ્રીમકોર્ટે હાઇકોર્ટના હુકમને ફેરવી કાઢી 12 આરોપીઓની જન્મટીપની સજા કાયમ રાખી હતી

News Click 24

Poll not found

Related Articles

Back to top button