દેશ-દુનિયા

ભંગાર હાઈવે – રસ્તા: કોન્ટ્રાકટરોને બ્લેકલીસ્ટ કરવા – બેંક ડીપોઝીટ જપ્ત કરવા ગડકરીની ચેતવણી ,

કોઈ કામ આપવામાં નહી આવે. એકસપ્રેસ વેની ખરાબ હાલત જોઈને તેઓ વિફર્યા આ રસ્તાની યોગ્ય જાળવણી થવી જોઈએ અન્યથા કોઈને જાળવણી થવી જોઈએ અન્યથા કોઈને છોડવામાં નહિં આવે.

દેશભરમાં અનેક ભાગોમાં રસ્તાઓની ખરાબ-ભંગાર હાલત સામે પરિવહન મંત્રી નીતીન ગડકરીએ કોન્ટ્રાકટરોને ચેતવણી આપી છે. રસ્તાઓનું યોગ્ય મેઈનટેનન્સ ન કરવા બદલ કોન્ટ્રાકટર એજન્સીઓને બ્લેકલીસ્ટ કરવા તથા બેંક ડીપોઝીટ જપ્ત કરવાની ચીમકી ઉચ્ચારી હતી. તેઓએ કહ્યું કે, ખરાબ પ્રદર્શન કરનારા અધિકારીઓ તથા બ્લેકલીસ્ટેડ કોન્ટ્રાકટરોનો પણ રેકોર્ડ રાખવામાં આવશે. નબળા રસ્તા બનાવનારા કોન્ટ્રાકટરોને છોડવામાં નહિ આવે.બેંક ગેરેટી જપ્ત કરીને પછી તેઓને નવા

કોઈ કામ આપવામાં નહી આવે. એકસપ્રેસ વેની ખરાબ હાલત જોઈને તેઓ વિફર્યા આ રસ્તાની યોગ્ય જાળવણી થવી જોઈએ અન્યથા કોઈને જાળવણી થવી જોઈએ અન્યથા કોઈને છોડવામાં નહિં આવે.

પરિવહન મંત્રાલયનાં ત્રણેય પ્રધાનો હાઈવે પર નિકળીને ચકાસણી કરશે અને જાળવણી નહી કરનારા કોન્ટ્રાકટરો વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરીને હાંકી કાઢવામાં આવશે.

ફાઈલ પર વજન જેટલુ વધારે હોય તેટલી ઝડપથી તે આગળ ચાલે તેવુ વિધાન કરીને સરકારમાં ચાલતા ભ્રષ્ટાચાર વિશે ટકોર કરનારા કેન્દ્રીય પરિવહનમંત્રી નીતીન ગડકરીને ભારેખમ ટોલટેકસ વસુલાત વિશે પણ રસપ્રદ જવાબ આપ્યો હતો.

દિલ્હી-જયપુર હાઈવે 1900 કરોડમાં તૈયાર થયો હોવા છતાં 8000 કરોડનો ટોલટેકસ ઉઘરાવાયો? તેવા સવાલ પર ગડકરીએ ક્હ્યુ કે ઘણી વખત લોન લઈને કામ થતુ હોય છે. સામાન્ય દાખલો આવતા તેઓએ કહ્યું કે રોકડેથી કાર ખરીદવામાં આવે તો 2.5 લાખની મળે છે.પરંતુ 10 વર્ષની લોન પર ખરીદાય તો 5.5 થી 6 લાખ ચુકવવા પડે છે.

ગડકરીએ એવો ગર્ભિત ઈશારો કર્યો હતો કે સિસ્ટમમાં પ્રમાણીકતાથી અને સારી રીતે કામ કરે છે તેને પ્રોત્સાહીત કરવામાં આવે છે. પરંતુ ખરાબ રીતે કામ કરનારાઓને હાંકી કાઢવામાં આવે છે તેઓનો ઈશારો ભ્રષ્ટાચારીઓ પર હોવાનું માનવામાં આવે છે.

કેન્દ્રીય પરિવહનમંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે કચરામાંથી વિજળી અને ઈંધણનું ઉત્પાદન કરવામાં આવશે.ગાજીપુરમાં કચરામાંથી હાઈવે બનાવવામાં આવી જ રહ્યો છે.વિજળી તથા અન્ય પ્રકારનાં ઈંધણ બનાવવામાં તેના ઉપયોગ વિશે પણ અભ્યાસ ચાલી રહ્યો છે. ભારતમાંથી ઈલેકટ્રીક સ્કુટરની નિકાસની પણ સંભાવના છે. ભારતીય પરંપરાગત દ્વિચક્રી વાહનોની નિકાસ થાય જ છે. ઈલેકટ્રીક સ્કુટર નિકાસ પણ શકય છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button