બ્રેકીંગ ન્યુઝ

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના એક નિવેદનની રાજકીય ખળભળાટ મચી ગયો , ‘તિરુપતિ મંદિરના લાડુ પ્રસાદમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ કહ્યું તિરુપતિ મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ થતો હતો અને શરૂ થયો નવો વિવાદ, જાણો શું છે સમગ્ર મામલો

આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના એક નિવેદનની રાજકીય ખળભળાટ મચી ગયો છે. વાસ્તવમાં મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ YSRCP સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, અગાઉની સરકારમાં તિરુપતિ મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ થતો હતો. તેમના આ આરોપ બાદ રાજ્યમાં રાજકીય હુમલા અને વળતો પ્રહાર શરૂ થઈ ગયો છે. NDA ધારાસભ્ય દળની બેઠકને સંબોધતા CM નાયડુએ કહ્યું કે, સરકારે વિશ્વ પ્રસિદ્ધ તિરુપતિ મંદિરમાં લાડુ બનાવવામાં હલકી ગુણવત્તાવાળા ઘટકોનો ઉપયોગ કર્યો હતો. શુદ્ધ ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ થતો હતો. હવે શુદ્ધ ઘીનો ઉપયોગ થઈ રહ્યો છે. જોકે YSRCPએ નાયડુના આરોપને સ્પષ્ટપણે નકારી કાઢ્યો હતો.

YSRCPના વરિષ્ઠ નેતા અને TTDના ભૂતપૂર્વ અધ્યક્ષ વાયવી સુબ્બા રેડ્ડીએ નાયડુના આરોપોને દુર્ભાવનાપૂર્ણ ગણાવ્યા છે. રેડ્ડીએ કહ્યું કે, ટીડીપી સુપ્રીમો રાજકીય લાભ માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. ચંદ્રબાબુ નાયડુએ દિવ્ય મંદિર તિરુમાલાની પવિત્રતા અને કરોડો હિન્દુઓની આસ્થાને નુકસાન પહોંચાડીને મોટું પાપ કર્યું છે. તેમણે કહ્યું કે, નાયડુએ તિરુપતિ મંદિરના પ્રસાદ પર ખૂબ જ ખરાબ ટિપ્પણી કરી છે. માનવ તરીકે જન્મેલ કોઈ પણ વ્યક્તિ આવી ટીપ્પણીઓ કે આક્ષેપો નહીં કરે. તેમના આરોપથી સાબિત થયું કે, ચંદ્રબાબુ રાજકીય લાભ માટે કંઈ પણ કરી શકે છે.

આંધ્રપ્રદેશના આઈટી મંત્રી નારા લોકેશે આ મામલે જગન મોહન રેડ્ડી પ્રશાસન પર નિશાન સાધ્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું કેમ તિરુમાલામાં ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિર આપણું સૌથી પવિત્ર મંદિર છે. મને એ જાણીને આઘાત લાગ્યો છે કે, વાયએસ જગન મોહન રેડ્ડી પ્રશાસને તિરુપતિ પ્રસાદમાં ઘીની જગ્યાએ પ્રાણીની ચરબીનો ઉપયોગ કર્યો હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button