ભારત

દેશના વડાપ્રધાનને ચોર કહેનારનો તમે બચાવ કરો છો , ખડગેએ લખેલા પત્રનો નડ્ડાએ આકરો જવાબ આપ્યો ,

કોંગ્રેસ નિષ્ફળ પ્રોડકટને વારંવાર મેકઅપ કરીને ઉતારે છે : સોનિયાના મોતના સોદાગર શબ્દને પણ યાદ કરતા ભાજપ રાષ્ટ્રીય પ્રમુખ

વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ભાજપના નેતાઓ દ્વારા જીભ કાપી નાખવા સહિતની ધમકીઓ અને વિવાદાસ્પદ ટીપ્પણીઓ સંબંધમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાનને લખેલા પત્રનો જવાબ આપતા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાએ પલટવાર કરીને વડાપ્રધાનને લખેલા પત્રમાં સત્યથી માઇલો દુર હોવાનો આક્ષેપ કરીને ખડગેના આક્ષેપ પર વળતા પ્રહાર કર્યા છે.

ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આ રીતે હવે પત્ર યુધ્ધ શરૂ થયું છે. જે.પી.નડ્ડાએ વડાપ્રધાનના પત્રનો જવાબ આપતા કહ્યું કે તમે રાજકીય મજબુરીથી વારંવાર જનતા દ્વારા નકારવામાં આવેલી તમારા નિષ્ફળ ઉત્પાદનને વધુ એક વખત પોલીશ કરીને બજારમાં ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યા છો અને તમારા તે પ્રયાસમાં વડાપ્રધાનને જે પત્ર લખ્યો છે તે વાંચીને મને લાગે છે કે તમારા દ્વારા કહેવામાં આવેલી વાતો યથાર્થ અને સત્યથી કોસો દુર છે.

અગાઉ કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને રાહુલ ગાંધી અંગે વિવાદાસ્પદ ટીપ્પણી ભાજપના નેતાઓ દ્વારા કરવામાં આવી રહી છે તે અંગે નારાજગી વ્યકત કરી હતી જેનો આકરો જવાબ નડ્ડાએ આપ્યો છે અને કહ્યું કે મને એવું લાગે છે કે તમે રાહુલ ગાંધી સહિત તમારા નેતાઓના કરતુતને કાંતો ભુલી ગયા છો અથવા નજરઅંદાજ કરો છો અને તેથી જ મને લાગે છે આ વાત તમારા ધ્યાનમાં લાવવી જરૂરી છે.

તમારે તમારા પત્રમાં ફકત રાહુલ ગાંધીને ધ્યાનમાં રાખીને ચોકકસ વાતો કરી છે તેથી હું મારી વાત કરવા માંગુ છું જે વ્યકિતનો ઇતિહાસ જ દેશના વડાપ્રધાન અને પૂરી ઓબીસી સમુદાયને ચોર કહીને ગાળો દઇ રહ્યા હોય, વડાપ્રધાન માટે અમર્યાદિત શબ્દોનો પ્રયોગ કરી રહ્યા હોય અને જે સંસદમાં દેશના વડાપ્રધાનને દંડાથી પીટવાની વાત કરી રહ્યા હોય તેની ધૃષ્ટ માનસિકતાથી પૂરો દેશ માહિતગાર છે અને તમે રાહુલ ગાંધીને સાચા ગણાવાની કોશીશ કરો છો તે કઇ મજબુરી છે તે મને પ્રશ્ન છે.

તેમને જુની વાત યાદ કરતા કહ્યું કે રાહુલ ગાંધીના માતા સોનિયાએ મોદીજી માટે મોતના સોદાગર જેવા અપશબ્દનો પ્રયોગ કર્યો હતો અને આ તમામ વિધાનો છતાં તમારી પાર્ટી તમારા નેતાના ગુણગાન ગાઇ રહી છે. રાહુલ ગાંધી ખુલ્લેઆમ મોદીની છબી બગાડશુ તેવી વાત કહે છે તો તે રાજકીય મર્યાદા કોણે ચૂકી છે તે જ તમારે જોવું જરૂરી છે.

નડ્ડાએ એવું જણાવ્યું કે તમારા યુવરાજના દબાણમાં કોપી એન્ડ પેસ્ટ કરનાર પાર્ટી બની ગઇ છે. છતાં તમે તેનો બચાવ કર્યો છે. 10 વર્ષમાં દેશના વડાપ્રધાનને 110 ગાળો દેવામાં આવી છે. જેમાં કોંગ્રેસ ટોચનું નેતૃત્વ જવાબદાર છે. અને મોદીજીના માતા-પિતાને છોડયા નથી. કોંગ્રેસ પક્ષ કઇ વાત પર રાહુલ માટે ગર્વ અનુભવે છે તે પ્રશ્ન છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button