કોલકાતામાં જુનિયર ડોકટરો શનિવારે 42 દિવસ બાદ ઈમરજન્સી સેવાઓ ફરી શરૂ કરશે ,
ડોક્ટરોએ કહ્યું, "સીબીઆઈ ઓફિસ સુધી કૂચ કર્યા પછી, અમે શુક્રવારે સ્વાસ્થ્ય ભવન બહાર અમારું વિરોધ પાછું ખેંચી લઈશું.
કોલકાતામાં જુનિયર ડોકટરો શનિવારે ઈમરજન્સી સેવાઓ ફરી શરૂ કરશે. કામ પર પાછા ફર્યા હોવા છતાં, તેઓ ન્યાય અને કામ કરવાની સારી સ્થિતિની માંગ સાથે આવતીકાલે વિરોધ કૂચનું આયોજન કરી રહ્યાં છે. પશ્ચિમ બંગાળની આરજીકર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટરની બળાત્કાર અને હત્યા બાદ 41 દિવસથી વિરોધ પ્રદર્શન કરી રહેલાં જુનિયર ડોક્ટરોએ તેમના ‘કામ રોકો’ આંદોલનને આંશિક રીતે પાછું ખેંચવાની જાહેરાત કરી છે. સરકારે મુખ્ય માંગણીઓ સ્વીકાર્યા બાદ તેઓ શનિવારથી ઇમરજન્સી અને આવશ્યક સેવાઓ ફરી શરૂ કરશે. જો કે, ઓપીડી વિભાગ બંધ રહેશે.
ગઈકાલે તેમની જનરલ બોડીની બેઠક પછી એક આંદોલનકારી ડોક્ટરે કહ્યું કે “એવું નક્કી કરવામાં આવ્યું છે કે પશ્ર્ચિમ બંગાળમાં પૂરની સ્થિતિ અને રાજ્ય સરકાર અમારી કેટલીક માંગણીઓને ધ્યાનમાં રાખી છે તેથી, અમે શનિવારથી આંશિક રીતે ઈમરજન્સી અને આવશ્યક સેવાઓ ફરીથી ખોલીશું,” અમે અમારા કામને આંશિક રીતે રોકવાનો નિર્ણય પાછો ખેંચી રહ્યાં છીએ.”
ડોક્ટરોએ કહ્યું, “સીબીઆઈ ઓફિસ સુધી કૂચ કર્યા પછી, અમે શુક્રવારે સ્વાસ્થ્ય ભવન બહાર અમારું વિરોધ પાછું ખેંચી લઈશું. અમે પશ્ર્ચિમ બંગાળ સરકાર દ્વારા કરવામાં આવેલાં તમામ વચનોનાં અમલ માટે એક અઠવાડિયા સુધી રાહ જોઈશું અને જો તે પૂરા નહીં થાય તો. તો અમે ફરીથી ’કામ બંધ’



