iPhone સિરીઝ iPhone 16 સિરીઝનું પહેલું વેચાણ આજથી ભારતમાં શરૂ , મુંબઈના BKC ખાતે એપલ સ્ટોરની બહાર એક વિશાળ ભીડ ,
મુંબઈ સ્થિત Apple BKC અને દિલ્હી સ્થિત Apple Saket ના ઑફલાઇન સ્ટોર્સ પરથી ગ્રાહકો આજે Appleના આ નવા મૉડલ ખરીદી શકે છે. આ ઉપરાંત, તેઓ કેટલાક પસંદગીના થર્ડ પાર્ટી રિટેલર્સ દ્વારા પણ ખરીદી શકાય છે.

મુંબઈ સ્થિત Apple BKC અને દિલ્હી સ્થિત Apple Saket ના ઑફલાઇન સ્ટોર્સ પરથી ગ્રાહકો આજે Appleના આ નવા મૉડલ ખરીદી શકે છે. આ ઉપરાંત, તેઓ કેટલાક પસંદગીના થર્ડ પાર્ટી રિટેલર્સ દ્વારા પણ ખરીદી શકાય છે. એપલ ઈન્ડિયાની ઓફિશિયલ વેબસાઈટ દ્વારા તમે આજે એપલનો નવો આઈફોન પણ ખરીદી શકો છો.
મુંબઈ એપલ સ્ટોરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોકોમાં આઇફોન ખરીદવાનો ક્રેઝ જોવા મળી રહ્યો છે. અહીં લોકો iPhone ખરીદવા માટે લાંબી લાઈનો લગાવી છે.
દિગ્ગજ ટેક કંપની એપલના આઈફોન 16 સિરીઝનું વેચાણ ભારતમાં શરૂ થઈ ગયું છે. કંપનીએ 9 સપ્ટેમ્બરના રોજ પોતાની સૌથી મોટી ઈવેન્ટ ઈટ્સ ગ્લોટાઈમમાં એઆઈ ફીચર્સની સાથે આઈફોન 16 સિરીઝ લોન્ચ કર્યો હતો. મુંબઈના બીકેસી સ્થિત સ્ટોરમાં સેલ શરૂ થતાં પહેલા જ લોકોની લાંબી લાઈન જોવા મળી હતી.
પ્રથમ વખત છે જ્યારે કંપની પાછલા વર્ઝન કરતાં ઓછી કિંમતે iPhone Pro સિરીઝનું વેચાણ કરી રહી છે, જેનું મુખ્ય કારણ તાજેતરના બજેટ આયાત ડ્યૂટીમાં કરાયેલા કાપને કારણે છે. કંપનીએ નિવેદનમાં જણાવ્યું છે કે, iPhone 16 Proની શરૂઆતી કિંમત 1,19,900 રૂપિયા છે અને iPhone 16 Pro Maxની શરૂઆતની કિંમત 1,44,900 રૂપિયા છે.
iPhone 16 ખરીદનારા વપરાશકર્તાઓને પસંદગીના બેંક કાર્ડ દ્વારા ચુકવણી પર રૂ. 5000 નું ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય યુઝર્સ ઓફિશિયલ વેબસાઈટ પર જૂના ડિવાઈસને એક્સચેન્જ કરીને 67,500 રૂપિયા સુધીની એક્સચેન્જ ઓફર પણ મેળવી શકે છે. ગ્રાહકો નો કોસ્ટ EMI દ્વારા પણ ફોન ખરીદી શકે છે.
આ સિવાય Apple નવો iPhone ખરીદવા પર 3 મહિના માટે Apple Musicનું ફ્રી સબસ્ક્રિપ્શન પણ આપી રહ્યું છે. આઈફોન સિરીઝનો આ નવો ફોન ખરીદવા પર લોકોને 3 મહિના માટે Apple TV+ અને Apple Arcadeનો ફ્રી એક્સેસ પણ મળશે. નવી આઈફોન સીરીઝના અન્ય મોડલ્સમાં લગભગ આવી જ ઓફર આપવામાં આવી રહી છે.
કંપનીએ આઈફોન 16 સિરીઝમાં ચાર નવા ફોન લોન્ચ કર્યા છે. તેમાં તમને ડિઝાઈનથી લઈને ફીચર્સ સુધી ઘણું બધું નવું જોવા મળશે. જો કે, એક કામ એપલે પોતાના ઈતિહાસમાં પહેલી વખત કર્યું છે. આ પહેલી વખત છે જ્યારે કંપનીએ નવા આઈફોનને જૂનાથી ઓછી કિંમતમાં લોન્ચ કર્યો છે. એટલે કે કિંમતમાં વધારો નથી કર્યો.
આઈફોમ 16 અને આઈફોન 16 પ્લસને પાંચ કલર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવ્યા છે, જેમાં એલ્ટ્રામરીન, ટીલ, પીંક, વ્હાઇટ અને બ્લેક કલર છે. તેમાં 128જીબી, 256જીબી સ્ટોરેજના ઓપ્શન મળે છે. આઈફોન 16ની પ્રારંભિક કિંમત 79,900 અને આઈફોન 16 પ્લસની પ્રારંભિક કિંમત 89,900 રૂપિયા છે.
તેમજ આઈફોન 16 પ્રોની પ્રારંભિક કિંમત 1,19,900 રૂપિયા છે. આઈફોન 16પ્રો મેક્સની પ્રારંભિક કિંમત 1,44,900 રૂપિયા છે. ફીચર્સની વાત કરીએ તો આઈફોન 16માં તમને 6.1 ઈંચ અને આઈફોન 16 પ્લસમાં 6.7 ઈંચની ડિસ્પ્લે મળશે. સ્ક્રિન બ્રાઈટનેસ 2000 નીટ્સ છે. તેમાં તમને કેમેરા કેપ્ચર બટન છે જેનો ઉપયોગ કરીને તમે એક ક્લિકમાં કેમેરાનું એક્સેસ મેળવી શકશો.
આઈફોન 16 સિરીઝમાં એ18 ચિપસેટ આપવામાં આવી છે. કંપનીએ જણાવ્યું કે, આ પ્રોસેસર માત્ર સ્માર્ટફોન જ નહીં પરંતુ ઘણા ડેસ્કટોપને પણ ટક્કર આપી શકે છે. તેમાં એપલ ઈન્ટેલિજેન્સનું ફીચર આપવામાં આવ્યું છે. જેની સાથે પ્રાઈવેસીનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.