ગુજરાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અમરેલી જિલ્લાના પ્રવાસમાં હોય તેઓએ અમરેલી શહેર ખાતે રૂપિયા 292 કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમૂહુર્ત અને નવીનીકરણના ત્રિવિધ પ્રકલ્પોને ખુલ્લા મૂક્યાં હતાં.

અમરેલીના રાજમહેલ ખાતે પધાર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સૌથી પહેલા પ્રજાજનોને મળવા પહોંચ્યા હતા. સ્થાનિક વકીલો, ડોક્ટરો તેમજ નાગરિકોનું અભિવાદન ઝીલતા મુખ્યમંત્રીએ તેમની સાથે વાતચીત કરી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અમરેલી જિલ્લાના પ્રવાસમાં હોય તેઓએ અમરેલી શહેર ખાતે રૂપિયા 292 કરોડના વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ, ખાતમૂહુર્ત અને નવીનીકરણના ત્રિવિધ પ્રકલ્પોને ખુલ્લા મૂક્યાં હતાં.

આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના વિકાસના રોડમેપનો ચિતાર આપતા જણાવ્યુ કે, રાજ્યમાં વિકાસના કાર્યો કોઈ દિવસ અટક્યાં નથી અને અટકવાના પણ નથી.  વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકસિત ભારતનો જે સંકલ્પ કર્યો છે. તેમાં ગુજરાત વિકસિત ગુજરાતનો રોડમેપ નિર્ધારિત કરીને ઝડપભેર આગળ વધવાનું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ગુજરાતે નીતિ આયોગ દ્વારા નિર્ધારિત કરેલા રોડમેપને ચરિતાર્થ કરતા ગઈકાલે સુરત જિલ્લાથી તેની શરુઆત કરી દીધી છે. અને પ્રવાસન, આધુનિક કૃષિ, ઉદ્યોગ જેવા આયામોનો સમાવેશ કરીને છ જિલ્લામાં તે અમલીકૃત બને તે દિશામાં મક્કમતાથી શરુઆત કરી દીધી છે.

તેઓએ વધુમાં જણાવ્યુ કે, જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યો પ્રગતિમાં છે અને ભવિષ્યમાં વિકાસકાર્યો અમલમાં મૂકાવાના છે ત્યારે આ કાર્યો ગુણવત્તાસભર થાય તે માટે નાગરિકો પણ તેની દરકાર અને કાળજી રાખે તો જ આપણે વિકાસનો જે રોડમેપ નિર્ધારિત કર્યો છે તેને હાંસલ કરી શકશું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના જે મંત્રથી આગળ વધવાનો જે પથ કંડાર્યો છે તે પથ પર મક્કમ તાપૂર્વક આગળ વધીને વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણમાં ગુજરાત લીડ લેવાનું છે તેમ તેમણે મક્કમતાપૂર્વક જણાવ્યું હતું.

વિધાનસભા નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાએ જિલ્લામાં થયેલા અને થવાના વિવિધ વિકાસકાર્યોનો ચિતાર આપતા કહ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા જ્યારે-જ્યારે રજૂઆત કરવામાં આવી ત્યારે ખુલ્લા હૃદયે અમરેલી જિલ્લાના વિવિધ વિકાસકાર્યોને મંજૂરી આપવામાં આવી છે. તેમણે આ અંગે જણાવ્યુ કે, જિલ્લામાં આજે થનારા વિવિધ લોકાર્પણને લઈને જિલ્લાના નાગરિકોમાં આનંદ અને હર્ષની હેલી છવાયેલી છે.

વિવિધ વિકાસના પ્રકલ્પોને જોવા માટે ગઈકાલે સાંજે મોટી સંખ્યામાં અમરેલીવાસીઓ ઉમટી પડ્યાં હતાં.અને વિવિધ વિકાસકાર્યોની ઝલક રજૂ કરતા જણાવ્યુ કે, રાજ્ય સરકાર દ્વારા રુ.27 કરોડના ખર્ચે નાવલી નદી પર રિવરફ્રન્ટ, સાંસ બંદર પર રુ.75 કરોડના ખર્ચે બ્રિજ, આંબરડી પાર્કને વિકસાવવા રુ.27 કરોડ, લાઠી સિવિલ હોસ્પિટલ માટે રુ.50 કરોડ, જિલ્લાકક્ષાના સ્પોર્ટ્સ સંકૂલના પ્રથમ તબક્કા માટે રુ.13 કરોડ, રાજમહેલ માટે રુ.25 કરોડ, ડીવાયએસપી ઓફિસ માટે રુ.9 કરોડ, રુ.9 કરોડના ખર્ચે મોર્ડન ફાયર સ્ટેશન, બાબરા-જેસંગપરા શાળા માટે રુ.3 કરોડ, ઠેબી ડેમ પર રિવરફ્રન્ટ માટે રુ.50 કરોડ, જિલ્લા સાયન્સ સેન્ટર માટે રુ.20 કરોડ, અમરેલી શહેરના રોડ-રસ્તા માટે રુ.140 કરોડ, ગ્રામ્ય વિસ્તારના રોડ માટે રુ.100 કરોડ, અમરેલી-લિલિયા ફોરટ્રેક રોડ માટે રુ.23 કરોડ, સેન્ટર પોઈન્ટથી રાધેશ્યામ સુધીના આર.સી.સી.રોડ માટે રુ.12 કરોડ, સિવિલ હોસ્પિટલ માટે રુ.1.5 કરોડના ખર્ચે રસ્તો, કુંકાવાવ તાલુકામાં ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તેમજ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ કોલેજ માટે રુ.36 કરોડના કાર્યોની મંજૂરી આપવામાં આવી છે. આમાંથી અમૂક કાર્યો સંપન્ન થયા છે અને અમુક કાર્યો દિવાળી આસપાસ કાર્યાન્વિત બનવાના છે.

આ પ્રસંગે સાંસદ  ભરતભાઈ સુતરિયાએ જણાવ્યુ હતુ કે, મુખ્યમંત્રીની સહૃદયતા અને સરળતા છે કે, પ્રજાના ગમે તે કામો લઈને જઈએ તો તે આપણને શાંતિથી સાંભળે છે અને દરેક સમસ્યાનું સમાધાન અને નિરાકરણ લાવે છે. કોઈપણ પ્રકારના રાગદ્વેશ વગરના નિર્લેપ મુખ્યમંત્રીશ્રીની કાર્યશૈલીને તેમણે હૃદયથી બીરદાવી હતી.

જિલ્લા કલેક્ટર અજય દહિયાએ આભારવિધિ કરી હતી. આ તકે, લાઠી-બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા, ધારાસભ્ય મહેશભાઈ કસવાલા, રાજુલા ધારાસભ્ય હિરાભાઈ સોલંકી, જે.વી.કાકડીયા, નગરપાલિકા પ્રમુખ બીપીનભાઈ લિંબાણી, જિલ્લા કલેક્ટર અજય દહિયા, જિલ્લા વિકાસ અધિકારી પી.બી.પંડ્યા, એસ.ટી. નિગમ સચિવ રવિ નિર્મળ, એમ.ડી. અનુપમ આનંદ, જનરલ મેનેજર જોશી,  મુખ્ય બાંધકામ ઈજનેર આર.એમ.સોલંકી, નાયબ ઈજનેર એચ.આર.મોરધરા તેમજ સમગ્ર પ્રોજેક્ટના ડેવલપર નીલા ટર્મિનલ્સના ડિરેક્ટર વિમલભાઈ કથિરિયા, જિલ્લા પોલીસ વડા હિમકર સિંઘ સહિત અગ્રણીઓ, ખેડૂત આગેવાનશ્રીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં.

અમરેલીવાસીઓને ઐતિહાસિક ભેટ આપતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અમરેલી ખાતે ઐતિહાસિક રાજમહેલ (પેલેસ ઑફ અમરેલી)ના પુન: નિર્માણ કાર્યનું ખાતમુહૂર્ત કર્યું હતું. ગાયકવાડી કાળની આ ઐતિહાસિક ઈમારતનું આશરે રુ.25 કરોડના ખર્ચે પરંપરાગત પદ્ધતિથી નવીનીકરણ કરવામાં આવશે.

અમરેલી જિલ્લાના લોકોને રુ.292 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ે અમરેલી આવી પહોંચ્યા હતાં. અમરેલી શહેર મધ્ય આવેલો ઐતિહાસિક રાજમહેલ હાલ જર્જરિત સ્થિતિમાં છે ત્યારે, વારસાના વિકાસને વેગ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ આ ઈમારતના નવીનીકરણના કાર્યનો પ્રારંભ કરાવ્યો હતો.

અમરેલીના રાજમહેલ ખાતે પધાર્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સૌથી પહેલા પ્રજાજનોને મળવા પહોંચ્યા હતા. સ્થાનિક વકીલો, ડોક્ટરો તેમજ નાગરિકોનું અભિવાદન ઝીલતા મુખ્યમંત્રીએ તેમની સાથે વાતચીત કરી હતી.

રાજમહેલ ખાતે તકતી અનાવરણ કર્યા બાદ પરિસરમાં પ્રદર્શનને ઝીણવટપૂર્વક નિહાળીને તેમણે ઈમારતના ભવ્ય વારસાની વિગતો મેળવી હતી. આ સાથે ઇમારતનું નવીનીકરણ જે પરંપરાગત પદ્ધતિથી થવાનું છે તેની વિગતો પણ મુખ્યમંત્રીએ મેળવી હતી.

News Click 24

Poll not found

Related Articles

Back to top button