અમદાવાદના ગોતામાં ‘સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ’નું સંમેલન મળ્યું ,
અમદાવાદના ગોતા સ્થિત રાજપૂત ભવનમાં સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યાં હતાં. જેમાં 'સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ'ના પ્રમુખ તરીકે ભાવનગરના પૂર્વ રાજવી વિજયરાજસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી હતી.
સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશ સાથે ‘સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ’નું સંમેલન મળ્યું હતું. અમદાવાદના ગોતા સ્થિત રાજપૂત ભવનમાં સંમેલનમાં ક્ષત્રિય સમાજના આગેવાનો હાજર રહ્યાં હતાં. જેમાં ‘સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ’ના પ્રમુખ તરીકે ભાવનગરના પૂર્વ રાજવી વિજયરાજસિંહ ગોહિલની નિમણૂક કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં શંકરસિંહ વાઘેલા પણ હાજર રહ્યાં હતા તેમજ ગુજરાતભરમાંથી ક્ષત્રિય સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. જે સંમલેનમાં કૃષ્ણકુમારસિંહજીને ભારતરત્ન આપવાની માગ સહિતના સમાજ ઉત્થાનના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
આમ ક્ષત્રિય સંમેલનમાં ભાજપ અને કોંગ્રેસના તમામ રાજકીય નેતાઓ ગેરહાજર રહ્યા હતા. સાથે જ લોકસભાની ચૂંટણીમાં સંકલન સમિતી ઉભી કરવામાં આવી હતી તે તમામ નેતાઓ પણ ગેરહાજર રહ્યા હતાં. મંચ પરથી એવુ પણ નિવેદન આપ્યુ હતુ કે, ગુજરાતમાં 19 ટકા ક્ષત્રિયો છે છતા એક નથી તેના કારણે અત્યાર સુઘી માત્ર 2 મુખ્યમંત્રી જ ક્ષત્રિય સમાજમાંથી બન્યા છે. આમ જો એક થશો તો જ સમાજનો વિકાસ થશે તેવી આડકતરી રીતે રાજકીય નિવેનિવેદનો આપ્યા હતા.