સુરતના કીમ-કોસંબા રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો, પરંતુ રેલવે વિભાગની સતર્કતાને કારણે ષડયંત્ર કરનારના ઇરાદા સફળ ન થઇ શક્યા ,
ટ્રેકને જોડવામાં આવતી જોગલ ફિસર પ્લેટ કાઢી નાખવામાં આવી હતી. 71 જેટલા લોખંડના પેડલોક પણ કાઢી નાખવામાં આવ્યા હતા.. લગભગ 1 કિલોમીટર જેટલા વિસ્તારમાં ટ્રેક પરથી પેડલોક કાઢી નાખવામાં આવ્યા હતા.

સુરતના કીમ-કોસંબા રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ થયો, પરંતુ રેલવે વિભાગની સતર્કતાને કારણે ષડયંત્ર કરનારના ઇરાદા સફળ ન થઇ શક્યા..
ટ્રેકને જોડવામાં આવતી જોગલ ફિસર પ્લેટ કાઢી નાખવામાં આવી હતી. 71 જેટલા લોખંડના પેડલોક પણ કાઢી નાખવામાં આવ્યા હતા.. લગભગ 1 કિલોમીટર જેટલા વિસ્તારમાં ટ્રેક પરથી પેડલોક કાઢી નાખવામાં આવ્યા હતા. ઈરાદાપૂર્વક ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરાયો હોવાનું સ્પષ્ટ થયું હતું. જો કે રેલવે વિભાગની સતર્કતાના લીધે મોટી ટ્રેન દુર્ઘટના ટળી હતી. જો કે અહીં સવાલ એ છે કે કોણ ટ્રેન ઉથલાવવાનું ષડયંત્ર રચી રહ્યું છે અને શા માટે? જો રેલવે વિભાગે સતર્કતા ન દાખવી હોતતો ભીષણ દુર્ઘટના ઘટી શકી હોત અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોત.
આ પહેલીવાર નથી અગાઉ પણ આવુ બની ચૂક્યું છે .. સુરની આ ઘટનામાં જાણ થતા જ તપાસ અધિકારી ત્યા પહોંચી ગયા હતા અને ટ્રેનના અવાગમન રોકવાનો આદેશ આપવામાં આવ્યો હતો. આ ઘટનામાં ટ્રેનના પાટા પરની ફિશ પ્લેનને ખોલીને તેની ઉપ્પર મુકી દેવામાં આવી હતી .આ પહેલા યુપીના રામપુરમાં પર ટ્રેક પર લોંખડનો થાંભલો મળી આવ્યો હતો, અને આ રીતે ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો હતો.