સીએમ મમતા બેનર્જીએ ગઈકાલે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને પશ્ર્ચિમ બંગાળમાં પૂર અંગે ચેતવણી આપી ,
મમતાએ દાવો કર્યો કે, ’ડીવીસીની માલિકી અને જાળવણી ધરાવતાં મૈથન અને પંચેટ ડેમની સંયુક્ત સિસ્ટમમાંથી લગભગ પાંચ લાખ ક્યુસેક પાણી અભૂતપૂર્વ, બિનઆયોજિત અને એકપક્ષીય રીતે છોડવામાં આવ્યું હતું.

સીએમ મમતા બેનર્જીએ ગઈકાલે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર લખીને પશ્ર્ચિમ બંગાળમાં પૂર અંગે ચેતવણી આપી છે. ચાર પાનાના પત્રમાં મમતા બેનર્જીએ લખ્યું છે કે, જો દામોદર ધાટી કોર્પોરેશન એકતરફી પાણી છોડવાનું ચાલુ રાખશે તો અમે તેમની સાથે કરાયેલ કરાર તોડી નાખીશું.
મમતાએ દાવો કર્યો કે, ’ડીવીસીની માલિકી અને જાળવણી ધરાવતાં મૈથન અને પંચેટ ડેમની સંયુક્ત સિસ્ટમમાંથી લગભગ પાંચ લાખ ક્યુસેક પાણી અભૂતપૂર્વ, બિનઆયોજિત અને એકપક્ષીય રીતે છોડવામાં આવ્યું હતું. જેનાં કારણે દક્ષિણ બંગાળનાં તમામ જિલ્લાઓ વિનાશક પૂરમાં ડૂબી ગયાં હતાં . આ પુરથી 50 લાખ લોકો પ્રભાવિત થયાં છે. અમે આ અન્યાયને વર્ષ-દર-વર્ષ અમારા લોકોને અસર કરવાની મંજૂરી આપી શકતાં નથી. આ સાથે મમતાએ વડાપ્રધાનને વિનંતી કરી છે કે તેઓ આ તબાહીનો સામનો કરવા માટે કેન્દ્રીય ફંડમાંથી તુરંત જ ફંડ આપે.
લોઅર દામોદર અને આસપાસના વિસ્તારોમાં 2009 પછીનું સૌથી મોટું પૂર આવ્યું છે, જેને 1000 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં રહેતાં લગભગ 50 લાખ લોકોનાં જીવનને અસર કરી છે. તેમણે પૂર માટે ડીવીસીને જવાબદાર ઠેરવ્યું અને તેને માનવસર્જિત પૂર ગણાવ્યું હતું. મુખ્યમંત્રીએ ચેતવણી આપી હતી કે રાજ્ય સરકાર સંપૂર્ણપણે ડીવીસી થી અલગ થઈ જશે અને તેની ભાગીદારી પાછી ખેંચી