રાજકોટમાં શિક્ષાનાં મંદિરમાં ફરી વિદ્યાર્થીનીઓનાં ધતિંગ સામે આવ્યા , રાજકોટ ખાતે આવેલ મારવાડી યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીનીએ અન્ય એક વિદ્યાર્થીનીનો સ્નાન કરતા સમયનો વીડિયો બનાવી લેતા વિદ્યાર્થીનીઓ વચ્ચે બબાલ થવા પામી હતી ,
રાજકોટની મારવાડી યુનિવર્સિટી ફરી એક વખત ચર્ચાનાં ચગડોળે ચડી છે. યુનિવર્સિટીમાં અભ્યાસ માટે આવેલ વિદ્યાર્થીનીઓ હોસ્ટેલમાં રહેતી હોય છે. ત્યારે હોસ્ટેલમાં રહેતી એક વિદ્યાર્થીનીએ અન્ય એક વિદ્યાર્થીનીનો સ્નાન કરતી વખતનો વીડિયો બનાવી લીધો હોવાની શંકાથી મામલો બિચક્યો હતો.

રાજકોટમાં શિક્ષાનાં મંદિરમાં ફરી વિદ્યાર્થીનીઓનાં ધતિંગ સામે આવ્યા છે. જેમાં રાજકોટ ખાતે આવેલ મારવાડી યુનિવર્સિટીમાં અનેક જગ્યાએથી ભણવા માટે યુવક-યુવતીઓ આવતા હોય છે. તેમજ તેમને રહેવા માટે હોસ્ટેલની વ્યવસ્થા પણ યુનિવર્સિટી દ્વારા આપવામાં આવતી હોય છે. મારવાડી યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીનીએ અન્ય એક વિદ્યાર્થીનીનો સ્નાન કરતા સમયનો વીડિયો બનાવી લેતા વિદ્યાર્થીનીઓ વચ્ચે બબાલ થવા પામી હતી. ત્યારે હોસ્ટેલમાં એક વિદ્યાર્થીનીએ અન્ય વિદ્યાર્થીનીનો વીડિયો બનાવી લેતા ઝઘડો થયો હતો. મોડી રાત્રે એકાએક હોસ્ટેલમાં હોબાળો થયો હતો. આ સમગ્ર બાબતે પોલીસને જાણ કરતા પોલીસ ઘટનાં સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો. વિદ્યાર્થીનીઓ સગીર હોવાથી પોલીસ ફરિયાદ નોંધાઈ ન હતી. પરંતું સમગ્ર બબાલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
મળતી માહિતી મુજબ ગત રોજ રાત્રીનાં સુમારે રાજકોટમાં આવેલ મારવાડી કોલેજની હોસ્ટેલમાં રહેતી એન્જિનિયરિંગની વિદ્યાર્થીનીએ અન્ય એક વિદ્યાર્થીનો સ્નાન કરતો વીડિયો ઉતારી તેનાં બોયફ્રેન્ડને મોકલ્યો હોવાનું સામે આવતા હોબાળો મચી જવા પામ્યો હતો. ત્યારે આ બાબતે ભોગ બનનાર વિદ્યાર્થીનીને જાણ થતા વીડિયો મોકલનાર વિદ્યાર્થીનીઓ વચ્ચે હોસ્ટેલમાં જ છૂટા હાથની મારામારી થવા પામી હતી.
ભોગ બનનાર વિદ્યાર્થીનીને તેનો સ્નાન કરતો વીડિયો અન્ય વિદ્યાર્થીનીએ ઉતાર્યો હોવાની જાણ થતા વીડિયો ઉતારનાર વિદ્યાર્થીનીને સાવરણીથી માર માર્યો હતો. તેમજ આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ ઉતારવામાં આવ્યો હતો.