ભારતીય ઈતિહાસમાં પીએમ મોદી સૌથી વધુ અમેરિકા સમર્થક પ્રધાનમંત્રી અને અમેરિકી ઈતિહાસમાં રાષ્ટ્રપતિ જો બાઈડેન સૌથી વધુ ભારતસમર્થક રાષ્ટ્રપતિ છે ,
તેમણે કહ્યું, 'આ દેશો એ દેશોથી વિપરિત છે , જે નિયમોમાં માનતા નથી અને કાયદાના શાસનને સ્વીકારતા નથી, પરંતુ મને લાગે છે કે આપણે ઉકેલ શોધી શકીએ છીએ.' તેમણે કહ્યું કે ક્વાડના ચારેય દેશો પાસે એક સામાન્ય દ્રષ્ટિ છે કે એક સ્વતંત્ર અને સમૃદ્ધ ઇન્ડો-પેસિફિક હોવો જોઈએ.

અમેરિકી રાજદૂત એરિક ગાર્સેટી એ સોમવારે ભારતમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચેની ‘ગાઢ મિત્રતા’ અને બંને દેશો વચ્ચે ઝડપથી વધતાં સંબંધોમાં આ મિત્રતાની ભૂમિકા વિશે વાત કરી. ન્યૂઝ એજન્સી ANI ને આપેલા એક ઈન્ટરવ્યુમાં ગાર્સેટીએ કહ્યું કે પીએમ મોદી ભારતીય ઈતિહાસમાં ‘સૌથી વધુ અમેરિકા સમર્થક પ્રધાનમંત્રી’ છે અને રાષ્ટ્રપતિ બાઈડેન અમેરિકી ઈતિહાસમાં ‘સૌથી વધુ ભારત સમર્થક રાષ્ટ્રપતિ’ છે.
તેમણે કહ્યું, ‘ભારતીય ઈતિહાસમાં પીએમ મોદી સૌથી વધુ અમેરિકા સમર્થક પ્રધાનમંત્રી અને અમેરિકી ઈતિહાસમાં રાષ્ટ્રપતિ જો બાઈડેન સૌથી વધુ ભારતસમર્થક રાષ્ટ્રપતિ છે, અને તેમની વચ્ચે ગાઢ મિત્રતા છે.’ ગાર્સેટીએ કહ્યું કે ક્વાડ કે જે અમેરિકા, ભારત, જાપાન અને ઓસ્ટ્રેલિયાનું એક ફોરમ છે તે એક વિઝન સેટ કરવા , સિદ્ધાંતોની પરસ્પર આપ-લે કરવા અને હિન્દ-પ્રશાંત ક્ષેત્રમાં સમસ્યાઓનો ઉકેલ લાવવાનું એક ‘શક્તિશાળી સ્થાન’ છે.