યુક્રેન અને રશિયા વચ્ચેના યુધ્ધમાં ભારતની મધ્યસ્થીની શકયતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ન્યુયોર્કમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેસ્કીને મળ્યા
હાલમાં વડાપ્રધાન અમેરિકાના પ્રવાસે છે તે સમયે તેમની આ યાત્રા સમયે અગાઉથી નિર્ધારીત ન હતી તે મુલાકાતને વધુ મહત્વની ગણવામાં આવે છે.
યુક્રેન અને રશિયા વચ્ચેના યુધ્ધમાં ભારતની મધ્યસ્થીની શકયતા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ન્યુયોર્કમાં યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેસ્કીને મળ્યા હતા. 3ર દિવસમાં જ આ બંને નેતાઓની બીજી મુલાકાતને સૂચક માનવામાં આવે છે. મોદી અગાઉ યુક્રેન ગયા હતા અને તે સમયે ઝેલેસ્કી સાથે વાતચીત કરી હતી.
હાલમાં વડાપ્રધાન અમેરિકાના પ્રવાસે છે તે સમયે તેમની આ યાત્રા સમયે અગાઉથી નિર્ધારીત ન હતી તે મુલાકાતને વધુ મહત્વની ગણવામાં આવે છે. વડાપ્રધાને આ મુલાકાત બાદ એકસ પર પોસ્ટમાં રાષ્ટ્રપતિ ઝેલેસ્કી સાથે મુલાકાત મહત્વપૂર્ણ રહી તેવું જણાવતા કહ્યું કે યુક્રેન મુલાકાત દરમ્યાન જે કંઇ નિર્ણયો લેવાયા હતા તે લાગુ કરવા બંને પ્રતિબધ્ધ છે.
સુત્રોના જણાવ્યા મુજબ વડાપ્રધાનની આ મુલાકાત બાદ મોદી ફરી એક વખત જયારે બ્રીકસ સંમેલનમાં રશિયા જઇ રહેલા છે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે વાતચીત આગળ વધારશે અને તેથી આ વર્ષના અંત સુધીમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુધ્ધ વિરામ જેવી સ્થિતિ સર્જાય તો તે શકયતા નકારાતી નથી.



