250 કરોડની પ્રોપર્ટીનું વેચાણ 36 કરોડમાં! વર્ષો પહેલા જે માંડવી સુગરનો વહીવટ ખાડે ગયેલો, તે ફેક્ટરી ફરીથી વિવાદમાં
યુનિયન બેંકની હરાજીમાં મહારાષ્ટ્રની જૂનર સુગર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા જમીન અને મશીનરી સાથે સુગર મિલ માત્ર ૩૬ કરોડમાં જ ખરીદી લેવાઈ જેને કારણે દક્ષિણ ગુજરાતના રાજકારણ તેમજ માંડવી સુગરનાં સાંસદમાં ખળભળાટ મચ્યો છે.

સુરતમાં જિલ્લામાં મોટો આદિવાસી વિસ્તાર ગણાતા માંડવી તાલુકામાં હજારો ખેડૂતો શેરડીની ખેતી કરે છે. આ ખેડૂતોની જીવાદોરી સમાન માંડવી સુગર હતી. વર્ષો પહેલા માંડવી સુગરનો વહીવટ ખાડે ગયો હતો. ફેક્ટરી બંધ થવાની નોબત આવી હતી. જેમાં હજારો ખેડૂતોના કરોડો રૂપિયા ડૂબી ગયા હતા. હવે આ મામલો ફરી એક વાર સપાટી પર આવ્યો છે. હાલમાં જ યુનિયન બેન્કની હરાજીમાં મહારાષ્ટ્રની જુનર સુગર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ જમીન અને મશીનરી સાથે સુગર મીલ ખરીદી લીધી છે.
માંડવી સુગરની 250 કરોડ રૂપિયાની પ્રોપર્ટી માત્ર 36 કરોડમાં જ મહારાષ્ટ્રની સુગરને વેચી દેવાય છે. જેથી દક્ષિણ ગુજરાતના રાજકારણમાં તેમજ માંડવી સુગરના સભાસદ ખળભળાટ મચી ગયો છે. માંડવી સુગરમાં ખેડૂતો અને મજૂરોના પરસેવાની કમાણી આપવામાં તેમજ સભાસદોના વર્ષોના પ્રશ્નોનો ઉકેલ લાવવામાં સ્થાનિક નેતાગીરી પણ વામણી પુરવાર થાય છે. સ્થાનિક સાંસદ પણ આ જ વિસ્તારના હોવા છતાં માંડવી સુગરને ફરી કાર્યરત કરવા માટે ઉદાસીનતા દાખવતા સુગર ફેક્ટરીનું ખાનગીકરણ થઈ જવા પામ્યું છે. જેથી અકળાયેલા સભાસદોએ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓ ખોવાયા છે. તેઓને શોધીને લાવનારને ઇનામ પણ જાહેર કરાઈ હોવાના પોસ્ટરો લાગ્યા છે. સુગર ફેક્ટરીના ગેટ નજીક ઠેર ઠેર બેનરો લાગી ગયા છે. ત્યારે હવે આ માંડવી સુગરમાં વર્ષો પહેલા ખેડૂતોના બાકી રહેલા કરોડોનાં નાણા ફરી પરત અપાવવા જરૂરી છે. માંડવી સુગરનું ખાનગીકરણ અટકાવવામાં રાજ્ય સરકાર તેમજ માંડવી અને સુરત જિલ્લાના કહેવાતા રાજકીય અને સહકારી આગેવાનો કેવો અભિગમ દાખલ છે તે જોવું રહ્યું.
માંડવી સુગરના રહી ચૂકેલા ડિરેકટર દ્વારા સુગરમાંથી જરૂરી કાગળો માંગી સુગર બચાવવા માતે નામદાર કોર્ટમાં પીઆઇએલ દાખલ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીને રુબરૃ મળી સુગરને ચાલુ કરવા પણ રજુઆત કરી હતી. તેમને આક્ષેપ પણ કર્યો છે કે સુગરના વહીવટકર્તાઓ, સ્થાનીક નેતાઓ, જિલ્લા રજીસ્ટર અધિકારી, દ્વારા સુગર બચાવવા માટે ધ્યાન આપ્યું નથી અને મિલીભગત કરી સુગર જેની વેલ્યુ 250 કરોડ થાય છે તે માત્ર 36 કરોડમાં વેચી નાખી આદિવાસી ખેડૂતો અને સભાસદોનું આહીટ કર્યું છે. શેર સભાસદોના 27 કરોડ, રાજ્ય સરકારના 20 કરોડ અને સુગર બંધ થઈ ત્યારે જે ખેડૂતોએ શેરડી નાખી હતી એ ખેડૂતો અને ટ્રાસ્પોટર ના પૈસા, અને મજૂરોના રૂપિયા મળી કુલ 77 કરોડની ચુકવણી હજુ બાકી છે ત્યારે હવે આ રકમ ફરી આપવા માટે સુગર ચાલુ થાય તો જ આ રકમ ફરી મળી શકે એમ છે .
ઘણા સમયથી વિવાદોમાં રહેલી માંડવી સુગર મિલે હવે રાજકીય રૂપ ધારણ કર્યું છે,ખૂબ ઓછા પૈસામાં સુગર મિલ વહેચાઈ જતાં પોસ્ટર વોર શરૂ થઈ ગયા છે,સ્થાનિક રાજકીય નેતાઓની ઉદાસીન નીતિ ને લઈ આદિવાસી ખેડૂતોનું હિત જોખમમાં મુકાઇ ગયું છે ત્યારે કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ દ્વારા પણ માંડવી સુગર મિલની નિલામી ને લઈ નિવેદન આપવામાં આવ્યું હતું,સમગ્ર ઘટના સીબીઆઇ તપાસ થવી જોઈએ તેવી માંગ શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી છે તો બીજી તરફ માંડવી સુગરનાં જ ડિરેક્ટર દ્વારા કોંગ્રેસના નેતાઓ સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે,માંડવી સુગર મિલના ડિરેક્ટર સંદીપ સર્માં દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે, સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મનહર પટેલને જુંનર સુગર મિલમાં આમંત્રિત ડિરેક્ટર તરીકેનું પદ આપવામાં આવ્યું છે તેવો દાવો માંડવી સુગર મિલના ડિરેક્ટર સંદીપ સર્મા દ્વારા કરવામાં આવ્યો છે,આ આક્ષેપો વચ્ચે હવે માંડવી સુગર મિલનો વિવાદ વધુ ચર્ચાસ્પદ બન્યો છે.
કોંગ્રેસના નેતા મનહર પટેલ ઉપર માંડવી સુગર મિલના ડિરેક્ટર દ્વારા કરવામાં આવેલા આક્ષેપો ને મનહર પટેલે ખોટા ગણાવ્યા હતા,કોંગ્રેસ નેતા મનહર પટેલે આ મામલે જણાવ્યું હતું કે જુનર સુગર મિલ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું અને આ આમંત્રણ ને માન રાખી તેઓ જૂનર સુગર મિલ ખાતે ગયા હતા,ત્યાં તેમનું સન્માન કરવામાં આવ્યું હતું,મહારાષ્ટ્રના અખબાર માં કોંગ્રેસ નેતા મનહર પટેલ નો જૂનર સુગર મિલના આમંત્રિત ડિરેક્ટર તરીકે નો લેખ છપાયો હતો ત્યારે આ લેખ આવ્યા બાદ માંડવી સુગર મિલનો વિવાદ હવે વધુ વિવાદિત થયો છે આ વિવાદો વચ્ચે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ મનહર પટેલે સ્પષ્ટતા કરી છે કે જે આક્ષેપો લાગી રહ્યા છે તે પાયા વિહોરણા છે, કોંગ્રેસે જે સ્ટેન્ડ લીધું છે તેની સાથે તેઓ છે અને આદિવાસી ખેડૂતોની સાથે છે જેવું કોંગ્રેસ નેતા મનહર પટેલે જણાવ્યું હતું.