અમદાવાદમાં ભાદરવા સાથે હવે અષાઢી માહોલ પણ જામે તેવી સંભાવના છે. આજે અમદાવાદમાં 37.6 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું અને હવે ગુરુવારથી શનિવાર એમ 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સામાન્ય વધારો થયો છે. હાલ ઉપરવાસથી પાણીની આવક ચાલુ રહી છે. ડેમ સંપૂર્ણ ભરાય તે માટે હજૂ 38 સેમીનું લેવલ બાકી રહ્યું છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક 78,301 કયુસેક થઇ રહી છે. જો કે ચોમાસાનું ચાલુ સિઝનમાં સંપૂર્ણ સપાટી 138.68 મીટર છે.

અમદાવાદમાં ભાદરવા સાથે હવે અષાઢી માહોલ પણ જામે તેવી સંભાવના છે. આજે અમદાવાદમાં 37.6 ડિગ્રી સરેરાશ મહત્તમ તાપમાન નોંધાયું હતું અને હવે ગુરુવારથી શનિવાર એમ 3 દિવસ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદના સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.4 ડિગ્રીનો વધારો થયો હતો. છેલ્લા પાંચ દિવસમાં જ અમદાવાદનું સરેરાશ મહત્તમ તાપમાન પાંચ ડિગ્રી જેટલું વધી ગયું છે. આ ઉપરાંત ગત રાત્રિએ સરેરાશ લધુતમ તાપમાન સામાન્ય કરતાં 3.4 ડિગ્રી વધીને 28.4 ડિગ્રી નોંધાયું હતું. આમ, દિવસે જ નહીં રાતે પણ ગરમીથી લોકો અકળાયા હતા.
મંગળવારે દિવસ દરમિયાન તાપ રહ્યા બાદ મોડી સાંજે વાદળછાયું વાતાવરણ થઇ જતાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદમાં આગામી 26થી 30 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં બુધવારે હળવા, ગુરુવાર-શુક્રવારના ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત નવરાત્રિમાં 4 થી 6 ઓક્ટોબર દરમિયાન પણ વરસાદની વકી છે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સામાન્ય વધારો થયો છે. હાલ ઉપરવાસથી પાણીની આવક ચાલુ રહી છે. ડેમ સંપૂર્ણ ભરાય તે માટે હજૂ 38 સેમીનું લેવલ બાકી રહ્યું છે. હાલ ઉપરવાસમાંથી પાણીની આવક 78,301 કયુસેક થઇ રહી છે. જો કે ચોમાસાનું ચાલુ સિઝનમાં સંપૂર્ણ સપાટી 138.68 મીટર છે. હાલ ઉપરવાસથી આવક ચાલુ રહેતા નર્મદા નદીમાં કુલ 91,919 કયુસેક પાણી છોડાઇ રહ્યું છે.
જો કે ડેમનો હાલ એકજ ગેટ ખુલ્લો રાખવામાં આવ્યો છે. જે 0.50 મીટર જેટલો ખુલ્લો છે. નદીમાં 78 હજાર કયુસેકથી વધુ પાણી ઠલવાઇ રહ્યું હોવાથી કાંઠા વિસ્તારના ગામોના લોકોને સાવધ કરી દેવામાં આવ્યા છે.
આંધ્રપ્રદેશના તિરૂપતિના પ્રસિદ્ધ મંદિરમાં પ્રસાદના વિવાદ બાદ હવે ગુજરાતના યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરમાં અપાતી લાડુની પ્રસાદીની તપાસ થાય તેવી મંદિરના સેવક દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી માંગણી કરાઈ છે.
તિરૂપતિના મંદિરમાં પ્રસાદના વિવાદ બાદ પ્રશાસન દ્વારા તેની તપાસ કરાઈ હતી. ત્યારે હવે ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલા રણછોડરાયજી મંદિરમાં પૂજારી દ્વારા ભક્તોને અપાતી લાડુની પ્રસાદીની યોગ્ય તપાસ થાય તેવી માંગણી સાથેની પોસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. સેવક આશિષના સોશિયલ મીડિયાના એકાઉન્ટમાં મૂકેલી પોસ્ટમાં કોમેન્ટ બોક્સમાં લાડુ પ્રસાદીનો વીડિયો પણ અપલોડ કરવામાં આવ્યો છે. ત્યારે સેવક- પૂજારીની સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી પોસ્ટ ચર્ચાનો વિષય બન્યો છે.
ડાકોર મંદિરના ચેરમેન પરિન્દુ ભગતે કહ્યું હતું કે, મંદિરના પ્રસાદમાં ત્રણ વસ્તુનો ઉપયોગ કરાય છે. ઘઉંનો લોટ મઘ્યપ્રદેશથી મંગાવાય છે. સાકરમાં કોઈ ભેળસેળ થાય નહીં. ઘીનો પ્રશ્ન મારા આવ્યા પછી થતો નથી. કારણ કે, અમે અમુલ ઘીનો ઉપયોગ કરીએ છીએ. ઘીનો જથ્થોનો એનડીડીબીનો રિપોર્ટ લઈને લાવીએ છીએ માટે ડાકોર મંદિરના પ્રસાદમાં કોઈ ભેળસેળ થતી નથી.