ઝડપથી વિકસતા અર્થતંત્ર માં એશિયા માં જાપાનને પાછળ રાખી ભારત ત્રીજા સ્થાને
આર્થિક અને રાજદ્વારી પ્રભાવ વધ્યો: વિદેશમાં મૂળ ભારતીય દ્વારા વ્યાપાર સહિતના ક્ષેત્રે પણ સફળતાથી દેશને નવી ઉંચાઈ ,

વિશ્વમાં અર્થતંત્રની દ્રષ્ટિએ પાંચમા નંબરનુ સ્થાન ધરાવનાર અને ઝડપથી નં.3 ઉપર પહોંચવા માટે આગળ વધી રહેલા ભારતે એશિયા પાવર ઈન્ડેકસ અને યુવા વસ્તીની દ્રષ્ટિએ જાપાનને પાછળ રાખી દીધુ છે અનેત્રીજા નંબરે આવ્યુ છે.
દેશમાં જે આર્થિક વિકાસ થઈ રહ્યો છે અને યુવા વસ્તીની દ્રષ્ટિએ વિશ્ર્વમાં અગ્રક્રમે છે. તો એશિયા પાવર ઈન્ડેકસમાં હવે વધુ મજબૂત બનીને નં.3 પર પહોચી ગયુ છે. ભારતનુ અર્થતંત્ર પણ જે રીતે વિકસી રહ્યુ છે તેનુ પ્રતિબિંબ આ પાવર ઈન્ડેકસમાં જોવા મળે છે. વિદેશ મંત્રાલય દ્વારા આ અંગે જણાવ્યુ હતુ કે આર્થિક વિકાસે આ પાવર ઈન્ડેકસમાં 4.2 ટકાનો વધારાનો ફાળો આપ્યો છે અને પીપીપી ટર્મમાં ભારત ત્રીજા નંબરનો આર્થિક વિકાસ ધરાવતો દેશ બની ગયો છે અને માનવ સંશાધનની દ્રષ્ટિએ ભારતે તેનો સ્કોર 8.2 ટકા વધાર્યો છે. ખાસ કરીને ચીન અને જાપાન યુવા વસ્તીની દ્રષ્ટિએ ભારતને હંફાવે છે તેમા હવે જાપાનને પાછળ રાખી દીધુ છે.
આ ઉપરાંત ડીપ્લોમેટીક પ્રભાવ પણ ભારતનો વધ્યો છે અને આંતરરાષ્ટ્રીય મુદા પર ભારતનુ મંતવ્ય મહત્વનુ બની ગયુ છે અને તેમાં તે છઠ્ઠા સ્થાને આવ્યુ છે. આ ઉપરાંત સાંસ્કૃતિક પ્રભાવ અને એકથી વધુ દેશોમાં મૂળ ભારતીયોની મોટા પ્રમાણમાં હાજરી અને તેઓ દ્વારા જે જે દેશમાં આર્થિક સહિતના મોરચે જે પ્રભાવ પાડવામા આવી રહ્યો છે તે પણ મહત્વનો બની જાય છે.