ગુજરાત

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાવાનાં કારણે ગુજરાતમાં ફરી વરસાદી માહોલ છવાયો છે. સપ્ટેમ્બર મહિનમાં ચોથીવાર મજબૂત સાઈક્લોનિક સિસ્ટમ બની રહી છે ,

7 રાજ્યોમાં અતિભારે વરસાદ થવાની સંભાવનાં વ્યક્ત કરી હતી. તેમજ 9 રાજ્યોમાં ભારે વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન બાંગ્લાદેશ સુધી બનેલ છે. જેનાથી મહારાષ્ટ્ર, ગુજરાત અને કોંકણમાં ભારે વરસાદ પડી શકે છે. તેમજ આ સાયક્લોનિક સર્કુલેશનની અસર સમગ્ર દેશ પર પડી રહી છે. દિલ્હીમાં આજે સવારે ભારે પવન ફૂંકાયો અને આકાશમાં પણ વાદળો છવાયેલા હતા. તેમજ ભારે વરસાદનું હાલ કોઈ એલર્ટ નથી. તેમજ છૂટો છવાયો વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ મહારાષ્ટ્રમાં આજે પણ વરસાદની શક્યતાઓ છે. તેમજ આજે મહારાષ્ટ્રનાં થાણેમાં યલો એલર્ટ જાહેર જાહેર કરવામાં આવ્યું છે રાયગઢ જીલ્લામાં યલો એલર્ટ અને મુંબઈમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે બુધવારે અને ગુરૂવારે પડેલ વરસાદથી મુંબઈનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ જવા પામ્યું હતું. તેમજ સ્કૂલ, કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાત, ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, પૂર્વી ઉત્તર પ્રદેશ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં ખૂબ જ ભારે વરસાદ થશે. આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, પશ્ચિમી મધ્ય પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ઝારખંડમાં ભારે વરસાદ થવાના અણસાર છે.

હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર ગુજરાત, ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, બિહાર, પૂર્વીય ઉત્તર પ્રદેશ, કોંકણ, ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડમાં ખૂબ જ ભારે વરસાદ થશે. આસામ, મેઘાલય, અરૂણાચલ પ્રદેશ, પશ્ચિમ મધ્ય પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને ઝારખંડમાં ભારે વરસાદ થવાનાં અણસાર છે.

ઓડિશા, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, તટીય કર્ણાટક, પંજાબ તેમજ ઉત્તરી હરિયાણા, પૂર્વી રાજસ્થાન, તમિલનાડુમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. તેમજ જમ્મુ કાશ્મીર, લદ્દાખ, કેરલ અને લક્ષદ્રીપમાં હળવો વરસાદ થશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button