ઇરાનને ઈઝરાયલે વૉર્નિંગ આપતા જ UNSC હરકતમાં, બોલાવી ઇમરજન્સી બેઠક ,
લેબનોનમાં છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં 55 લોકો માર્યા ગયા છે અને 156 ઘાયલ થયા, ઈઝરાયેલની વિનંતી પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ બુધવારે ઈમરજન્સી બેઠક બોલાવી

ફ્રાન્સ અને ઈઝરાયેલની વિનંતી પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ બુધવારે ઈમરજન્સી બેઠક બોલાવી છે. ઈઝરાયેલના યુએન એમ્બેસેડર ડેની ડેનને કાઉન્સિલને લખેલા પત્રમાં ઈરાની હુમલાની નિંદા કરી છે. તેણે ઈરાન પર ઈઝરાયેલને નષ્ટ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો અને સુરક્ષા પરિષદને વિનંતી કરી કે, તે દેશની નિંદા કરે અને તેના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સને આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કરે.
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ સોમવારે જ ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપી હતી. ઈરાન હિઝબુલ્લાહ અને હમાસને મદદ કરે છે. નેતન્યાહુએ કહ્યું હતું કે, “મધ્ય પૂર્વમાં એવી કોઈ જગ્યા નથી કે જ્યાં ઇઝરાયલ પહોંચી ન શકે.” તેમનું નિવેદન બેરુતના દક્ષિણમાં થયેલા હવાઈ હુમલાના થોડા દિવસો બાદ આવ્યું છે જેમાં લેબનોનના હિઝબુલ્લા જૂથનો નેતા માર્યો ગયો હતો.
ઈરાન અને ઈઝરાયલ વચ્ચે યુદ્ધ શરૂ થઈ ગયું છે. ઈરાને ઈઝરાયેલ પાસેથી બદલો લઈને મોટો વળતો હુમલો કર્યો છે. મંગળવારે રાત્રે ઈરાને ઈઝરાયેલ પર રોકેટ અને મિસાઈલથી હુમલો કરીને તેલ અવીવના આકાશને તબાહ કરી નાખ્યું હતું. ઈરાને ઈઝરાયેલ પર 180 મિસાઈલો છોડી હતી. ઈરાને એવો પણ દાવો કર્યો છે કે તેણે એ બેઝને નષ્ટ કરી દીધો છે જ્યાંથી ઈઝરાયેલે F15 જેટ લોન્ચ કર્યા હતા. ઈરાને ઈઝરાયેલ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે. ઈરાને ફતહ બેલેસ્ટિક મિસાઈલથી હુમલો કરીને હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના મોતનો બદલો ઈઝરાયેલ પાસેથી લીધો છે. ઈરાની હુમલા બાદ ઈઝરાયેલે ઈમરજન્સી બેઠક બોલાવી છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં એક તરફ રશિયા ખમેનીની સાથે ઉભું છે તો બીજી તરફ અમેરિકા નેતન્યાહુની સાથે છે.
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેનું યુદ્ધ હવે નરસંહાર સર્જવા જઈ રહ્યું છે. ઈરાની હુમલાથી ઈઝરાયેલ સંપૂર્ણ રીતે ગુસ્સે છે. તેણે હવે આકાશનો નાશ કરવાની શપથ લીધી છે. આ દરમિયાન ઈઝરાયેલે કહ્યું છે કે ઈઝરાયેલની વાયુસેના આજે રાત્રે એટલે કે બુધવારે મધ્ય પૂર્વમાં જોરદાર હુમલો કરશે. માનવામાં આવે છે કે ઈઝરાયેલનો આ હુમલો ઈરાનના હુમલાના જવાબમાં હશે. ઈરાનના મિસાઈલ હુમલા બાદ નેતન્યાહુએ બદલો લેવાની યોજના જાહેર કરી છે. તેણે કહ્યું કે તે ઈરાનને પાઠ ભણાવશે.
લેબનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે, લેબનોનમાં છેલ્લા 24 કલાકમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં 55 લોકો માર્યા ગયા છે અને 156 ઘાયલ થયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, બાલબેક-હરમેલ જિલ્લામાં 11, નબાતીહ ગવર્નરેટમાં 22, બેરૂત અને માઉન્ટ લેબનોનમાં ત્રણ-ત્રણ અને દક્ષિણ ગવર્નરેટમાં 16 મૃત્યુ નોંધાયા છે.
લેબનીઝ સરહદ પર હિઝબોલ્લાહ અને ઈઝરાયેલ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી લગભગ દરરોજ ગોળીબાર થઈ રહ્યો છે. ગયા વર્ષે 8 ઓક્ટોબરે હમાસે તેના લડવૈયાઓને ઇઝરાયલ મોકલ્યા હતા અને તે પછી ગાઝામાં ભીષણ સંઘર્ષ શરૂ થયો હતો. તે દરમિયાન લગભગ 250 ઈઝરાયેલને બંધક બનાવવામાં આવ્યા હતા. પરંતુ ઉત્તરી લેબનોન પાછળથી સંઘર્ષનું કેન્દ્રબિંદુ બન્યું જ્યારે હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ ઇઝરાયેલના હુમલામાં માર્યા ગયા.