જમ્મુ-કાશ્મીરમાં શરૂઆતી વલણોમાં કોંગ્રેસ ગઠબંધન બહુમતીની નજીક કોંગ્રેસ ગઠબંધન 47 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 32 બેઠકો પર આગળ છે. પીડીપી 5 બેઠક પર આગળ છે જ્યારે અન્ય 3 બેઠક પર આગળ છે.
કોંગ્રેસના નેતા પવન ખેરાએ હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પર કહ્યું, 'અમને વિશ્વાસ છે કે આજે અમને દિવસભર લાડુ અને જલેબી ખાવા મળશે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જલેબી મોકલવાના છીએ.
જમ્મુ કાશ્મીરમાં એક દાયકા બાદ વિધાનસભા ચૂંટણી યોજાઇ છે. એવામાં જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ દેશ માટે ખાસ છે. સવારે આઠ વાગ્યાથી મત ગણતરી શરૂ થવાની છે. જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણીમાં 90 બેઠકો પર ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું. સરેરાશ 63.45 ટકા મતદાન થયું હતું. આ વખતે ફારૂક અબ્દુલ્લાની નેશનલ કોન્ફરેન્સ અને કોંગ્રેસે ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. જ્યારે મહબૂબા મુફ્તીની PDP તથા ભારતીય જનતા પાર્ટીએ એકલા હાથે ચૂંટણી લડી હતી.
જમ્મુ-કાશ્મીરમાં શરૂઆતી વલણોમાં કોંગ્રેસ ગઠબંધન બહુમતીની નજીક પહોંચી ગયું છે. કોંગ્રેસ ગઠબંધન 47 બેઠકો પર આગળ છે. જ્યારે ભાજપ 32 બેઠકો પર આગળ છે. પીડીપી 5 બેઠક પર આગળ છે જ્યારે અન્ય 3 બેઠક પર આગળ છે.
કોંગ્રેસના નેતા પવન ખેરાએ હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી પર કહ્યું, ‘અમને વિશ્વાસ છે કે આજે અમને દિવસભર લાડુ અને જલેબી ખાવા મળશે, અમે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ જલેબી મોકલવાના છીએ. અમને વિશ્વાસ છે કે જમ્મુ અને કાશ્મીર અને હરિયાણામાં બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહ્યા છીએ.’
જમ્મુ અને કાશ્મીરના પૂર્વ સીએમ અને એનસીના વરિષ્ઠ નેતા ઓમર અબ્દુલ્લા પ્રારંભિક વલણોમાં બંને સીટો પર આગળ ચાલી રહ્યા છે. તેઓ બડગામ અને ગાંદરબલથી ચૂંટણી લડી રહ્યા છે. જમ્મુ કાશ્મીરના ભાજપ અધ્યક્ષ રવીન્દ્ર રૈનાએ મતગણતરીના દિવસે અષ્ટભવાની મંદિરમાં દર્શન અને પૂજા કરી હતી. મતગણતરી પર NC નેતા ઓમર અબ્દુલ્લાએ સોશિયલ મીડિયા પર કહ્યું હતું, કે ‘અમે સારી લડત આપી, એવા જ પરિણામ આવશે.’


