ભારત
જમ્મુ-કાશ્મીરની કુલ 90 બેઠકોમાં જમ્મુની 43 બેઠક્માં ભાજપને 27 અને નેશનલ કોન્ફરન્સને 10 બેઠકો મળી જયારે કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સે કમળને કચડી નાખ્યુ
જમ્મુ-કાશ્મીરની ચૂંટણીના મતદારો જમ્મુ-કાશ્મીરમાં બે ભાગમાં વહેંચાયેલા જોવા મળી રહ્યા છે.જમ્મુનાં મતદારોનો ઝોક ભાજપ તરફ હતો

જમ્મુ-કાશ્મીર અને હરીયાણાની વિધાનસભાની ચૂંટણીના પરીણામો જાહેર થઈ ગયા છે જમ્મુ-કાશ્મીરમાં ભાજપને પછડાટ મળી છે અને નેશનલ કોન્ફરન્સને ફતેહ મળી છે. રસપ્રદ વાત એ છે કે જમ્મુ-કાશ્મીરની વિધાનસભાની ચૂંટણીમાં કૂલ 90 સીટમાંથી 43 જમ્મુની સીટ છે જયારે 47 કાશ્મીરની સીટ છે.
જેમાં જમ્મુમાંથી ભાજપને 43 માંથી 27 સીટ પર જીત મળી છે. જયારે નેશનલ કોન્ફરન્સને 10 સીટ પર જીત મળી છે. જયારે કાશ્મીરમાં 47 સીટ નેશનલ કોન્ફરન્સને મળી છે જયારે ભાજપનું ખાતુ પણ નથી ખુલ્યુ.
આમ જમ્મુ-કાશ્મીરની ચૂંટણીના મતદારો જમ્મુ-કાશ્મીરમાં બે ભાગમાં વહેંચાયેલા જોવા મળી રહ્યા છે.જમ્મુનાં મતદારોનો ઝોક ભાજપ તરફ હતો.જયારે કાશ્મીરનાં મતદારોએ ભાજપને જાકારો આપી નેશનલ કોન્ફરન્સને વિજયી બનાવ્યો છે.
Poll not found