ગુજરાત

ભ્રષ્ટાચારીઓ-દુષ્કર્મના આરોપીઓના કનેકશન ભાજપના આગેવાનો સાથે મળે છે: શક્તિસિંહ ગોહિલ

દાહોદમાં નાની બાળાની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં આચાર્ય ભાજપ અને આરએસએસ સાથે સંકળાયેલા હોવાના પુરાવા મળ્યા હતા

ગુજરાતમાં ભ્રષ્ટાચારે અજગરી ભરડો લીધો છે. કરોડો રૂપિયાના ડ્રગ્સની હેરાફેરીમાં ગુજરાત ટોપ પર છે તેમ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ શક્તિસિંહગોહીલે  પત્રકાર પરિષદમાં જણાવી ઉમેર્યું હતું કે ભાજપ સરકાર તમામ ક્ષેત્રે નિષ્ફ નીવડી છે.

ભાજપના સદસ્ય બનવા હવે કોઇ રાજી નથી. ભાજપના બે મંત્રી વચ્ચે ગપસપ તેની ગવાહી પુરી પાડી રહી છે. ભ્રષ્ટાચારીઓ અને દુષ્કર્મના આરોપીઓના કનેકશન ભાજપના આગેવાનો સાથે મળે છે.

દાહોદમાં નાની બાળાની હત્યા કરવામાં આવી હતી. આ ઘટનામાં આચાર્ય ભાજપ અને આરએસએસ સાથે સંકળાયેલા હોવાના પુરાવા મળ્યા હતા. રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓ સતત વધી રહી છે પરંતુ ભાજપના પેટનું પાણી હલતું નથી.

અતિવૃષ્ટિની સહાય હજુ ખેડૂતોનેમળી નથી. વર્ક ઓર્ડરમાં ટકાવારીના ચેક ભાજપના ફંડમાં આપવા પડે છે. નવા બનાવેલા કરોડો રૂપિયાના ડામરરોડના પોપડા ઉખડી રહ્યા છે. તાજેતરમાં એરપોર્ટનો ભ્રષ્ટાચાર પણ સામે આવેલ હતો. ભાજપના ભ્રષ્ટાચાર અને લોક પ્રશ્ર્નોના મુદ્ે કોંગ્રેસના કાર્યકરો શેરીઓમાં ઉતરશે તેમ શક્તિસિંહ ગોહીલે જણાવ્યું હતું.

News Click 24

Poll not found

Related Articles

Back to top button