બે રાજયો હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો આવતા જ હવે બન્ને રાજયોમાં સરકાર રચવાની ગતિવિધી તેજ બની છે
દશેરા આસપાસ શપથ લીધા : હરિયાણાના નાયબસિંહ સૈની જ ફરી મુખ્યમંત્રી બનશે: કાશ્મીરમાં ઉમર અબ્દુલ્લાની વાપસી નિશ્ચિત
હરિયાણામાં ભાજપને ફરી સતા મળી છે અને વર્તમાન મુખ્યમંત્રી નાયબસિંહ સૈની ફરી સુકાન સંભાળશે તેવા સંકેત છે. તેઓ અને ભાજપ પ્રમુખ મોહનલાલ બાડોલી દિલ્હી જવા રવાના થયા છે અને આજે સાંજે તેઓ પક્ષનાં પ્રમુખ જે.પી.નડ્ડા ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી શ્રી અમિત શાહને મળશે.
ગઈકાલે સાંજે જ રાજયમાં ભાજપનાં પ્રભારી ધરમેન્દ્ર પ્રધાન ચંદીગઢ પહોંચી ગયા હતા. તેમાં પણ દિલ્હી પરત ફર્યા છે તો જમ્મુ-કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસની સંયુકત સરકાર નિશ્ચિત છે અને મુખ્યમંત્રી પદે પણ એનસીપીનાં નેતા ઉંમર અબ્દુલ્લા જ હશે.
કોંગ્રેસ પક્ષને ફકત 6 બેઠકો મળી છે અને નેશનલ કોન્ફરન્સ 42 બેઠકો પર વિજય પ્રાપ્ત થયો છે તેથી ઉમર અબ્દુલ્લા જ નવી સરકારનાં વડા તે નિશ્ચિત છે અને દશેરા આસપાસ શપથ વિધી યોજાશે.
હવે હરીયાણામાં અગાઉ મુખ્યમંત્રી પદના દાવો કરનાર અનિલ વિજ તે મંત્રીમંડળમાં પણ સ્થાન મળશે કે કેમ તે પ્રશ્ન છે. ગુજરાત સ્ટાઈલથી ભાજપે હરીયાણા ચૂંટણી લડી છે તેથી મંત્રીમંડળ પણ નાનુ હશે તેવા સંકેત છે.


