ગુજરાત

ગુજરાત સહિત દેશભરમાં ભાજપની સદસ્યતા ઝુંબેશમાં બે કરોડ નવા સભ્યો બનાવવાની ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં ફકત 95 લાખ જ સભ્યો બનતા સભ્ય નોંધણી ઝુંબેશની સમય મર્યાદા વધારવામાં આવે તેવી શક્યતા છે.

કોંગ્રેસમાંથી વ્યાપક ભરતીમેળા છતાં પણ પ્રાથમિક સભ્ય બનાવવામાં ગુજરાત ભાજપના પગે પાણી આવ્યા: સૌરાષ્ટ્રમાં જો કે સારો દેખાવ: 30 થી 35 લાખ સભ્યો બની ગયા: આદિવાસી વિસ્તારોમાં ભાજપને સભ્યો મળતા નથી

ગુજરાત સહિત દેશભરમાં ભાજપની સદસ્યતા ઝુંબેશમાં 15 ઓક્ટોબરની ડેડલાઇન હવે 24 કલાક જ આગળ છે તે સમયે ગુજરાતમાં બે કરોડ નવા સભ્યો બનાવવાની ટાર્ગેટ સામે અત્યાર સુધીમાં ફકત 95 લાખ જ સભ્યો બનતા સભ્ય નોંધણી ઝુંબેશની સમય મર્યાદા વધારવામાં આવે તેવી શક્યતા છે.

જો કે તા.15 બાદ એક માસ સુધી ભાજપને હવે પ્રાથમિક સભ્યમાંથી સક્રિય સભ્ય નોંધણી ઝુંબેશ શરુ કરવાની છે અને પક્ષમાં હોદા માટે 100 સક્રિય સભ્ય નોંધાય તે જ માન્ય ગણાશે અને તેથી જ હાલ જે સંગઠન અને ધારાસભ્યો અને સાંસદોએ પોતાના ટાર્ગેટ પુરા કર્યા છે.

તેઓ હવે આવતીકાલથી સક્રિય સભ્ય નોંધણી ઝુંબેશ શરુ કરશે. પરંતુ તેની સાથોસાથ જે શહેર તાલુકા અને જિલ્લામાં ટાર્ગેટ પુરા થયા નથી તેઓને પ્રાથમીક સભ્ય અને સક્રિય સભ્ય બન્નેની નોંધણી પ્રક્રિયા એક સાથે શરુ કરવી પડશે.

ગુજરાતમાં ભાજપ 30 વર્ષથી સત્તામાં હોવા છતાં જે રીતે દોઢ માસ પછી પણ 95 લાખ સભ્યો બનાવી શક્યું છે તેથી મોવડી મંડળ ભારે નારાજ હોવાનો સંકેત છે. હાલમાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે ભારે નારાજગી વ્યકત કરી હતી.

જો કે રાજકોટ શહેરએ રંગ રાખ્યો છે અને કુલ 4.44 લાખ સભ્ય નોંધણીના ટાર્ગેટ સામે 4.88 લાખ સભ્યો નોંધી દીધા છે અને હજુ આગામી થોડા દિવસોમાં હજુ વધુ સભ્ય નોંધણી નોંધાશે. રાજકોટના ધારાસભ્યોમાં ગ્રામ્ય વિસ્તારના એમએલએ તથા કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ 1,44,700 સભ્યો નોંધીને ગુજરાતમાં નંબર-1 અને દેશમાં નંબર-2 સ્થાન મેળવ્યું છે. રાજકોટ-68ના ધારાસભ્ય ઉદય કાનગડે 1.11 લાખના લક્ષ્યાંક સામે 1.26 લાખ સભ્યો બનાવી દીધા છે. જ્યારે રાજકોટ-69ના ધારાસભ્ય દર્શિતાબેને 1.26 લાખ સભ્યો બનાવ્યા છે. રાજકોટ-70ના ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા જો કે સૌથી પાછળ છે અને હજુ સુધી 95 હજાર સભ્યો નોંધી શક્યા છે.

સુત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં હવે સક્રિય સભ્ય નોંધણી ઝુંબેશ શરુ થશે અને તે પણ સમયગાળામાં પુરી કરવાની તૈયારી છે. સૌરાષ્ટ્રમાં પણ મોટાભાગના જિલ્લાઓમાં ટાર્ગેટ પુરો કરાયો છે અને 30 થી 35 લાખ સભ્યો નોંધાઇ ગયાનું ખુલ્યું છે.

જો કે ગુજરાત સાઇડમાં અમદાવાદ સિવાય અન્ય જિલ્લાઓમાં સભ્ય નોંધણી ઝુંબેશમાં ટાર્ગેટથી પાછળ તમામ ચાલી રહ્યા છે. ખાસ કરીને આદિવાસી ક્ષેત્રમાં ભાજપને મુશ્કેલી પડી હોવાનો સંકેત છે. કોંગ્રેસમાંથી ચાર-પાંચ ડઝન અગ્રણીઓને જેમાં ધારાસભ્યો પણ સામેલ છે તેને પણ ખેડવ્યા બાદ ભાજપ તેનો ટાર્ગેટ પુરો કરી શકતી નથી તે પણ પક્ષમાં ચર્ચામાં છે.

એક સમયે ગુજરાત ભાજપના પાવર હાઉસ ગણાતા રાજકોટ શહેર ભાજપે તેનો 4.44 લાખ સભ્યો બનાવવાનો લક્ષાંક પુરો કરી દીધો છે અને ત્રણ ધારાસભ્યોએ તેમના ટાર્ગેટથી પણ વધુ સભ્યો બનાવ્યા છે. જેમાં કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાએ 1.11 લાખના લક્ષ્યાંક સામે 1.44 લાખ સભ્યો બનાવી લીધા છે.

જ્યારે રાજકોટ-68ના ધારાસભ્ય ઉદયભાઇ કાનગડએ પણ 1.26 લાખ સભ્યો બનાવીને ટાર્ગેટને પાર પાડી દીધો છે અને આગળ નીકળી ગયા છે. જ્યારે રાજકોટ-69ના દર્શિતાબેન શાહએ પણ જોર લગાવીને 1.26 લાખ સભ્યો બનાવ્યા છે. ફકત રાજકોટ-70ના રમેશ ટીલાળા હજુ પાછળ છે અને 95 હજાર સભ્યો બનાવી શક્યા છે.

.આ અંગે રાજકોટ શહેર ભાજપના પ્રમુખ મુકેશભાઇ દોશીએ એક વાતચીતમાં જણાવ્યું કે આગામી 24 થી 48 કલાકમાં રમેશભાઇ પણ પોતાનો લક્ષ્યાંક પુરો કરશે અને હવે અમે રાજ્ય મોવડી મંડળએ આપેલા લક્ષ્યાંક કરતાં 50 હજારથી વધુ સભ્યો બનાવ્યા છે

પણ અમારું ધ્યાન હવે સક્રિય સભ્યો નોંધણી ઝુંબેશનું હશે. શ્રી દોશીએ કહ્યું કે રાજકોટ શહેર ભાજપના તમામ પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો રાત-દિવસ મહેનત કરીને ટાર્ગેટ પુરો કર્યો છે. તેઓ ખુદ રોજ આ અંગે સતત વોર્ડ કક્ષા સુધી સંપર્કમાં હતા.  અને ટાર્ગેટ પુરો થયો તેનો અમને આનંદ છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button