કેનેડાનાં વડાપ્રધાન જસ્ટીસ ટ્રુડોએ નિજજર હત્યા વિવાદ માં હવે અમેરીકાએ પણ આ વિવાદમાં કેનેડાની ભાષા બોલવા લાગતા મોદી સરકાર સામે ગંભીર પડકાર ઉભા થયા છે ,
ભારત તપાસમાં સહયોગ આપતુ નહી હોવાનો આરોપ: કેનેડાનાં આક્ષેપો ગંભીર, તેને તેટલી જ ગંભીરતાથી લેવા જોઈએ: અમેરિકા વિદેશ વિભાગના પ્રવકતાએ નવી દિલ્હી પર દબાણ લાવ્યુ: બ્રિટનના વડાપ્રધાનને પણ ટ્રુડોએ ફરીયાદ કરી

કેનેડાનાં વડાપ્રધાન જસ્ટીસ ટ્રુડોએ નિજજર હત્યા વિવાદને ફરી ચગાવીને ભારત પર ફરી આરોપ મુકીને બન્ને દેશો વચ્ચે ગંભીર તનાવ સર્જી દીધો છે. તો હવે અમેરીકાએ પણ આ વિવાદમાં કેનેડાની ભાષા બોલવા લાગતા મોદી સરકાર સામે ગંભીર પડકાર ઉભા થયા છે. અમેરીકાએ જણાવ્યું કે ભારત આ તપાસમાં સહયોગ આપતુ નથી.
અમેરીકા-બ્રિટન-કેનેડા ઓસ્ટ્રેલીયા અને ન્યુઝીલેન્ડનાં બનેલા જાસુસી પ્લેટફોર્મ ફાઈવ સાઈઝને પણ આ હત્યા અંગે ભારત વિરૂધ્ધ પુરાવા અપાયા હોવાનો કેનેડાએ દાવો કર્યો હતો અને ગઈકાલે જ કેનેડાનાં વડાપ્રધાન ટ્રુડોએ બ્રિટીશ વડાપ્રધાન કિસરા સાર્મર સાથે વાત કરીને ભારત આ તપાસમાં સહયોગ આપતું નથી તેવી જાણ કરી હતી.
તો અમેરીકાના વિદેશ વિભાગનાં પ્રવકતા મેથ્યુ મિલરે કહ્યુ કે, જયાં સુધી કેનેડાનો પ્રશ્ન છે અમો એ કહેવા માંગીએ છીએ કે, આક્ષેપો અત્યંત ગંભીર છે અને તેને તેટલી જ ગંભીરતાથી લેવા જોઈએ. અમો ઈચ્છીએ છીએ કે ભારત સરકાર આ તપાસમાં કેનેડાને સહકાર આપે તે જરૂરી છે અને ભારત તેમ કરતું નથી તે પણ વાસ્તવિકતા છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, અમેરીકા-કેનેડા બન્નેનું નાગરીકત્વ ધરાવતા ખાલીસ્તાની જ તેના ગુરૂમીતસિંહ પન્નુનાં હત્યાના કહેવાતા ષડયંત્ર અંગે પણ અમેરીકા તપાસ કરી રહ્યું છે.
આ સંદર્ભમાં ગઈકાલે જ ભારતીય અધિકારીઓની એક ટીમ વોશીગ્ટન પહોંચી છે. તે સમયે હવે નિજજર હત્યા કેસમાં અમેરીકાનું આ વલણ કેનેડાને પ્રોત્સાહીત કરનાર છે છેલ્લા 1 વર્ષથી આ તપાસમાં કેનેડાએ હજુ કોઈ મહત્વના પુરાવા આપ્યા નથી તેમ છતા તે ભારત પર દબાણ લાવી રહ્યું છે.