હરિયાણામાં ઐતિહાસિક જીત નોંધાવીને ભાજપે સતત ત્રીજી વખત સરકાર બનાવી : નાયબ સિંહ સૈનીએ બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે
PM નરેન્દ્ર મોદી સહિત બીજેપી અને એનડીએના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં નાયબ સિંહ સૈનીએ બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા, સૈનીની કેબિનેટમાં ઘણી જ્ઞાતિઓનો સમાવેશ

હરિયાણામાં ઐતિહાસિક જીત નોંધાવીને ભાજપે સતત ત્રીજી વખત સરકાર બનાવી છે. આ સાથે બીજેપી નેતા નાયબ સિંહ સૈનીએ બીજી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. તેમની સાથે અન્ય 13 નેતાઓએ પણ મંત્રી તરીકે પદ અને ગુપ્તતાના શપથ લીધા હતા. નાયબ સિંહ સૈનીની કેબિનેટમાં ઘણી જ્ઞાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભાજપના નેતા નાયબ સિંહ સૈનીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. સૈનીને સતત બીજી વખત હરિયાણાના સીએમ બનાવવામાં આવ્યા છે. આ દરમિયાન PM નરેન્દ્ર મોદી સહિત બીજેપી અને એનડીએના વરિષ્ઠ નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપના વરિષ્ઠ નેતા અનિલ વિજે મંત્રી પદના શપથ લીધા છે. આ પહેલા પણ અનિલ વિજ હરિયાણાના ગૃહમંત્રી પદ સંભાળી ચુક્યા છે ,
નાયબ સિંહ સૈનીની કેબિનેટમાં જાન, ગુર્જર, ઓબીસી, એસી, બ્રાહ્મણ, યાદવ અને વૈશ્ય સમુદાયના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે. આ નેતાઓને કેબિનેટમાં સામેલ કરીને ભાજપે હરિયાણાના શક્ય તેટલા વધુ વર્ગોને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. જેમાં BC-OBCમાંથી બે, પંજાબીમાંથી એક, SCમાંથી બે, જાટમાંથી બે, યાદવમાંથી બે, બ્રાહ્મણમાંથી બે, રાજપૂતમાંથી એક, ગુર્જરમાંથી એક અને વૈશ્ય સમુદાયના એક નેતાને મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા છે.
નાયબ સિંહ સૈનીની કેબિનેટનું જાતિ સમીકરણ
1 નાયબ સિંહ સૈની- BC- OBC
2 અનિલ વિજ- પંજાબી
3 કૃષ્ણ લાલ પવાર- SC
4 રાવ નરબીર- યાદવ
5 મહિપાલ ધંડા- જાટ
6 વિપુલ ગોયલ- વૈશ્ય
7 અરવિંદ વર્મા- બ્રાહ્મણ
8 શ્યામ સિંહ રાણા- રાજપૂત
9 રણબીર ગંગવા- BC- OBC
10 કૃષ્ણા બેદી- SC
11 શ્રુતિ ચૌધરી- જાટ
12 આરતી રાવ- યાદવ
13 રાજેશ નાગર- ગુર્જર
14 ગૌરવ ગૌતમ- બ્રાહ્મણ