કેબિનેટ બેઠકમાં અબ્દુલ્લા સરકારે મહત્વનો સંકેત જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ ,
આ પ્રસ્તાવ સાથે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા દિલ્હીમાં વડાપ્રધાનને મળશે : રાજ્યને ખાસ દરજ્જો આપતી કલમ અંગે કોઇ હિલચાલ ન દેખાડાઇ

જમ્મુ કાશ્મીરમાં સત્તા સંભાળતા જ નેશનલ કોન્ફરન્સના વડા અને મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પ્રથમ કેબીનેટ બેઠકમાં જમ્મુ કાશ્મીરને ફરી પૂર્ણ રાજ્યનો દરજજો આપવાનો એક પ્રસ્તાવ પસાર કર્યો હતો અને તે કેન્દ્રને મુખ્ય આપ્યો હતો. જો કે કેબિનેટએ રાજ્યને અગાઉ ખાસ દરજ્જો આપતી કલમ 370ની નાબૂદી અંગે મૌન સેવ્યું છે તે પણ સૂચક છે.
ગત તા.16ના રોજ સત્તા સંભાળનાર નેશનલ કોન્ફરન્સની સરકારની આ પ્રથમ કેબિનેટ બેઠક હતી. જેમાં મંત્રીઓના ખાતાની વહેંચણી કરવામાં આવી હતી અને મુખ્યમંત્રી અબ્દુલ્લાએ પાંચ વર્ષ પહેલા જે રીતે કલમ 370ની નાબૂદી સાથે જમ્મુ કાશ્મીરનું વિભાજન કરીને લદાખને અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવાયો અને જમ્મુ તથા કાશ્મીરને પણ અલગથી કેન્દ્ર શાસિત પ્રદેશ તરીકે માન્યતા આપી.
આમ દેશમાં પ્રથમ વખત કોઇ રાજ્યનો પૂર્ણ રાજ્યનો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો અને તેને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યો છે. હવે આજે કેન્દ્ર સરકારને સંબોધીને જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો પ્રસ્તાવ સાથે મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા દિલ્હી જશે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ તે પ્રસ્તાવ રજુ કરીને તેના અમલની માંગણી કરશે.
જમ્મુ કાશ્મીરને જે રીતે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવાયો તે પછી તે મુદ્દે હવે સુપ્રિમમાં જંગ ચાલે છે. જો કે કલમ 370 અંગે જમ્મુ કાશ્મીરની કેબિનેટે મૌન સેવ્યું છે. અગાઉ જ સુપ્રિમ કોર્ટે કેન્દ્રના કલમ 370 નાબૂદીના નિર્ણયને યોગ્ય ગણાવ્યો હતો.
જમ્મુ કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો પરત અપાવવા માટે સુપ્રિમ કોર્ટમાં થયેલી રીટ પર સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમુર્તિ ડી.વાય. ચંદ્રચૂડના ખંડપીઠ હેઠળ હવે સમયબધ્ધ અને ઝડપી સુનાવણી કરશે તેવા સંકેત છે.
સિનિયર ધારાશાસ્ત્રી ગોપાલ શંકરનારાયણએ ખંડપીઠ સમક્ષ એક અરજી કરી છે અને તેમાં રાજ્યમાં ચૂંટાયેલી સરકાર સત્તા પર આવી હોવાથી હવે તેને અગાઉનો પૂર્ણ રાજ્યનો દરજ્જો ફરી પરત મળે તે જરૂરી ગણાવ્યું હતું. જેના જવાબમાં ચીફ જસ્ટીસે જણાવ્યું હતું કે અમે અમે આ અરજી પર ઝડપથી વિચારણા કરશું.
જમ્મુ કાશ્મીરમાં નવી સરકારની રચના બાદ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ તેમના મંત્રીઓના ખાતાની વહેંચણી કરી છે જેમાં ઉપ મુખ્યમંત્રી સુરેન્દ્ર ચૌધરી સહિતના તમામ મંત્રીઓને તેમના વિભાગો સોંપાયા છે પરંતુ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ પોતાના કોઇ ખાતાની સત્તાવાર જાહેરાત કરી નથી.
ફક્ત એટલું જાહેર થયું છે કે અન્ય મંત્રીઓે જે વિભાગ સંભાળતા ન હોય તે મુખ્યમંત્રી જોશે. આમ દિલ્હીમાં અરવિંદ કેજરીવાલે આ જ સ્ટાઇલ અપનાવી હતી.