ગાઝાવાસીઓને યુદ્ધ વિરામની નેતાન યાહુની ઓફર ,
તો કાલે જ યુદ્ધ સમાપ્ત થશે: નહીતર અમો અપહૃતોને મુક્ત કરાવવા સક્ષમ છીએ: ચેતવણી: ઈરાની આતંકનું શાસન ખત્મ કરીને જ ઝંપીશું: વડાપ્રધાન માર્યા ગયેલા કમાન્ડરોના નામ ગણાવ્યા

હમાસ અને હિઝબુલ્લા સામે વધુને વધુ આક્રમક બની રહેલા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન યાહુએ અચાનક જ હમાસ સામે યુદ્ધ વિરામની શરત મુકતા કહ્યું હતું કે જો આ શરતો સ્વીકારાય તો કાલે પણ યુદ્ધ વિરામ થઈ શકે છે.
બુધવારે જ હમાસના વડા યાહ્યા સિનવારને ખત્મ કર્યા બાદ ઈઝરાયેલે હવે હમાસ-હિઝબુલ્લાના તમામ ટોચના કમાન્ડરોને ખત્મ કર્યા બાદ એક તરફ હિઝબુલ્લા, હમાસ સામે સંઘર્ષ ચાલુ રાખવાનો હુંકાર કર્યો હતો તો બીજી તરફ તેઓએ એક મોટી જાહેરાત કરતા યુદ્ધ વિરામની વાત કરી હતી.
યાહ્યાના મોત બાદના એક સંબોધનમાં નેતાન યાહુએ કહ્યું કે જો હમાસ ઈઝરાયેલના અપહૃતોને મુકત કરવા તથા હથિયાર હેઠે મુકવા તૈયાર હોય તો અમો યુદ્ધ વિરામ કરવા તૈયાર છીએ અને યુદ્ધ સમાપ્ત થઈ જશે.
પોતાના સતાવાર એકસ હેન્ડલ પરથી ગાઝાના લોકોને સીધો સંદેશ આપતા શ્રી નેતાન યાહુએ કહ્યું કે યાહ્યા સિનવાર માર્યા ગયા છે. રફાયાએ ઈઝરાયેલના સૈનિકોએ તેને મારી નાખ્યો છે. અમારા બહાદુર સૈનિકોએ આ સફળતા મેળવી છે.
જો કે તેઓએ કહ્યું કે ગાઝામાં યુદ્ધનો અંત નથી પણ યુદ્ધના અંતથી શરૂઆત ચોકકસ છે. ગાઝાના લોકોને પાસે સીધો સંદેશ છે કે યુદ્ધ સમાપ્ત થઈ શકે છે પણ ત્યારે તે પુરુ થશે જયારે તમો તમારા હથિયાર હેઠા મુકીને શરણે આવો. અમારા અપહૃતોને પરત સોપી આપો.
શ્રી નેતાન યાહુએ કહ્યું કે ઈઝરાયેલ સહિત 23 દેશોના નાગરિકોને બંધક બનાવાયા છે. અમો તેન પરત લાવવા પ્રતિબદ્ધ છીએ. જો અમોને આ બંધકો પાછા આપો તો તેમ કરનારની સુરક્ષાની જવાબદારી અમો લેશુ. નહીતર અમો તેને શોધી લેશું. અમો સતત તેની પાછળ છીએ. બંધકોને જો કોઈ હાની થશે તો તેને પણ અમો શોધી લેશું.
તેઓએ ઈરાન પર સીધો પ્રહાર કરતા કહ્યું કે અમારી પાંખો સામે ઈરાન સમર્થનથી પુરી ધરી ફરે છે. અમો તેને ખત્મ કરીશું. તેણે હમાસ અને હિઝબુલ્લાના માર્યા ગયેલા કમાન્ડરોના યાદી ગણાવતા કહ્યું કે ઈરાને સિરીયા, યમન અને પેલેસ્ટાઈનમાં આતંક શોધી બેસાડયા છે પણ તે ખત્મ કરાશે. અમારા 1200 લોકોના મોત થયા છે તે ભુલશું નહી.