જાણવા જેવું

UAE માં ભારતીયો માટે નિયમો હળવા: અમેરિકા-બ્રિટન-યુરોપના વિઝા હશે તો ‘વિઝા ઓન એરાઇવલ’ની સુવિધા

ભારતીયોની વેકેશન સિઝન વખતે જ મહત્વનો નિર્ણય

ભારતીયો પહેલાં કરતાં વધુ મુસાફરી કરી રહ્યાં છે. આ મુસાફરી માત્ર સ્થાનિક સ્થળો સુધી મર્યાદિત નથી. વિદેશ પ્રવાસ પણ વધી રહ્યો છે.  તાજેતરનાં ડેટા દર્શાવે છે કે યુનાઈટેડ આરબ અમીરાત, થાઈલેન્ડ અને યુએસએ જેવાં સ્થળોએ છેલ્લાં એક વર્ષમાં બે કે તેથી વધુ આંતરરાષ્ટ્રીય પ્રવાસો લેનારાં ભારતીયોની સંખ્યામાં 32 ટકાનો વધારો થયો છે.

યૂએઈ, જે પહેલાથી જ વિદેશમાં પ્રવાસ કરતાં ભારતીયો માટે પસંદગીનાં સ્થળોમાંનું એક રહ્યું છે, હવે તેને ભારતીય નાગરિકો માટે તેની વિઝા નીતિમાં તાજેતરમાં ફેરફારો કર્યા છે કારણે તે વધુ ભારતીય પ્રવાસીઓને આકર્ષવા માંગે છે.

ફેડરલ ઓથોરિટી ફોર આઈડેન્ટિટી એન્ડ સિટીઝનશિપ, કસ્ટમ્સ એન્ડ પોર્ટ્સ સિક્યોરિટીએ જાહેરાત કરી હતી કે ભારતીય નાગરિકોની સંખ્યામાં વધારો કરવા હવે યુએઈએ વિઝા ઓન અરાઈવલ શરૂ કર્યું છે જેમાં યૂકે અને ઈયુ દેશો માટે પ્રવાસી વિઝા ધરાવતાં ભારતીય નાગરિકો હવે વિઝા ઓન અરાઈવલ મેળવી શકે છે, જે અગાઉ યુ.એસ.નાગરિક માટે અને પ્રવાસી વિઝા ધરાવનાર વ્યક્તિઓ તેમજ યુકે અને ઈયુમાં રહેઠાણ ધરાવતાં લોકો માટે જ ઉપલબ્ધ હતું.

વધુમાં, ઓથોરિટીએ જણાવ્યું હતું કે હવે આ ભારતીય પ્રવાસીઓને 250 દિરહામમાં 60 દિવસનાં વિઝા આપવામાં આવી શકે છે. અન્ય ભારતીય પાસપોર્ટ ધારકોએ હજુ પણ ઈ-વિઝા માટે અરજી કરવાની જરૂર પડશે, જે ઓનલાઈન અરજી પ્રક્રિયા દ્વારા ઉપલબ્ધ છે.

આ નવી નીતિ યુકે અથવા યુએસની મુસાફરી કરતાં ભારતીયો માટે યુએઈ સ્ટોપઓવરની પ્રક્રિયાને સરળ બનાવશે તેવું પણ માનવામાં આવે છે. જો તમે યુએઈની ટ્રિપનું આયોજન કરી રહ્યાં છો, તો દુબઈની બહાર ફરવા માટે પુષ્કળ જગ્યાઓ છે. અહીં મુલાકાત લેવા યોગ્ય કેટલાક સ્થળોની યાદી છે

News Click 24

Poll not found

Related Articles

Back to top button