ગુજરાત

શાળા પ્રવાસ માટે શિક્ષણ વિભાગથી માંડી RTO ની મંજુરી : 15 વિદ્યાર્થીએ એક શિક્ષક, પ્રવાસ ક્ધવીનર સહિતની જોગવાઈઓ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શાળામાં બાળકોને પ્રવાસ લઈ જવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.

વડોદરામાં શાળા તરફથી બાળકોના પ્રવાસ દરમિયાન હરણી બોટ કાંડમાં અનેક બાળકો ડૂબી જતા મોતને ભેટયા હતા. આ દુર્ઘટના બાદ સરકારે રાજયની તમામ શાળાના બાળકોને પ્રવાસે લઈ જવા પર પ્રતિબંધ લાદી દીધો હતો, જોકે હવે દિવાલી વેકેશન શરૂ થઈ રહ્યું છે ત્યારે સરકારે શાળા પ્રવાસ માટે નવી ગાઈડલાઈન જાહેર કરી છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શાળામાં બાળકોને પ્રવાસ લઈ જવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યની તમામ સરકારી/અનુદાનિત/ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા શૈક્ષણિક પ્રવાસના આયોજનમાં આગ, અકસ્માત કે અન્ય અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન બને તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્ધથીઓ/શિક્ષકોની સંપૂર્ણ સલામતી તેમજ સુરક્ષા જળવાઈ તેમ માટે જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.

શૈક્ષણિક પ્રવાસના આયોજન માટે શાળાના આચાર્યની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓના વાલી પ્રતિનિધિ સહિતની સમિતિની રચના કરી તથા સ્થળ સંબંધિત રૂટ, જોખમો, પ્રવાસના લાભાલાભ વગેરે વિસ્તૃત ચર્ચા કરવાની રહેશે.

જો શાળાનો પ્રવાસ રાજ્યના અંદરનો પ્રવાસ હોય તો સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી/ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/ શાસનાધિકારીની મંજૂરી લેવાની રહેશે.
જો શાળાનો પ્રવાસ રાજ્યની બહારનો હોય તો કમિશનર/ નિયામક શાળાઓની કચેરી, ગાંધીનગર અને નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરીની મંજૂરી લેવાની રહેશે.
જો શાળાનો પ્રવાસ વિદેશનો હોય તો શિક્ષણ વિભાગ, સચિવાલય પાસેથી મંજૂરી લેવાની રહેશે.

પ્રવાસનું વાહન નક્કી કરતી વખતે સંબંધિત પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી (R.T.O) દ્વારા આપેલી પરમીટ મુજબની સંખ્યા પ્રમાણે જ આયોજન કરવાનું રહેશે. પ્રવાસમાં ઉપયોગમાં લેવાતા વાહન વાહનમાં GPS ટ્રેકિંગ સિસ્ટમ હોવી જોઈએ, તેમજ વાહનમાં R.T.O દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા રજિસ્ટ્રેશન કાર્ડ, પરમીટ, ડ્રાઈવરનું માન્ય લાઇસન્સ, વીમો વગેરેની નકલની અગાઉથી ચકાસણી કરાવવાની રહેશે. આ સાથે જ વાહનમાં ફાયર સેફ્ટીના સાધન પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ. તેમજ સ્ટાફને પ્રવાસ પહેલાં ફાયર સેફ્ટીના સાધનના ઉપયોગની તાલીમ આપવાની રહેશે.

નોંધનીય છે કે, શાળાએ પ્રવાસ શરૂ થવાના 15 દિવસ પહેલાં જે-તે વિભાગને અને ગાંધીનગરને સાધનિક તમામ વિગત સાથે જાણ કરવાની રહેશે. તેમજ સમગ્ર પ્રવાસના Day to Day કાર્યક્રમની જાણ કરવાની રહેશે. આ સિવાય શાળાએ જવાબદાર અનુભવી વ્યક્તિની પ્રવાસના ’ક્ધવીનર’ તરીકે નિમણૂંક કરવાની રહેશે.આ સિવાય શાળાએ દર 15 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક પ્રવાસમાં જોડાય તેવું આયોજન કરવાનું રહેશે. તેમજ વિદ્યાર્થીઓએ પ્રવાસ દરમિયાન શું કરવું અને શું ન કરવું સમજાવા માટે ગોષ્ઠી બેઠક કરવાની રહેશે.

શૈક્ષણિક પ્રવાસના આયોજન માટે શાળાના આચાર્યની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓના વાલી પ્રતિનિધિ સહિત ’સમિતિ’ની રચના કરવી તથા સ્થળો સંબંધી વ્યવસ્થા, રૂટ, જોખમો, પ્રવાસના લાભાલાભ વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા કર્યા પછી વિદ્યાર્થીઓના વય જૂથ અનુસાર પ્રવાસના સ્થળોની પસંદગી કરવી.

જે વિદ્યાર્થીઓ સામેલ થવાના હોય તેમના વાલીઓ સાથે બેઠક યોજીને તેમને સૂચિત પ્રવાસ આયોજનથી અવગત કરવા તથા તેમની સંમતિ મેળવવાની રહેશે. જો વાલી કોઈ કારણસર આવેલ ન હોય ત્યારે વિદ્યાર્થી મારફત વાલીની સંમતિ મેળવવી, આવી સંમતિ લેખિતમાં લેવી. તેમજ વિદ્યાર્થીઓના માતા-પિતા/વાલીના આઇડીપ્રુફ તથા મોબાઈલ નંબર મેળવવા અને સંમતિ આપેલ હોવાની ખાતરી કરી લેવી.

વાહનચાલક દ્વારા વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને ગતિ મર્યાદા(સ્પીડ લિમિટ) ખાસ જાળવવાની રહેશે.પ્રવાસ દરમિયાન રાજ્યમાં કે રાજ્ય બહાર આલ્કોહોલ, કેફી પ્રવાહી કે પદાર્થો વિદ્યાર્થીઓ, અન્ય કોઈપણ સ્ટાફ તેમજ વાહનચાલક દ્વારા લેવામાં ન આવે તેની સંપૂર્ણ તકેદારી રાખવા રહેશે.

પ્રવાસમાં લેવાના વાહનમાં ફાયર સેફ્ટીના સાધન પૂરતા પ્રમાણમાં હોવા જરૂરી છે તથા તેના ઉપયોગની પૂરતી તાલીમ તથા જાણકારી તમામ સ્ટાફ તથા વિદ્યાર્થીઓને અગાઉ આપવાની રહેશે.

પ્રવાસ દરમિયાન જળાશયોમાં “બોટિંગ-રાઇડિંગ” બને ત્યાં સુધી ટાળવું. આમ છતાં, બોટિંગ- રાઇડિંગ કરવાનું નક્કી થાય તો બોટમાં ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડવા નહીં તેમજ વિદ્યાર્થીઓના દરેક ગ્રુપ સાથે એક શિક્ષક/કર્મચારી સાથે બેસે તે સુનિશ્ચિત કરવું. તેમજ લાઈફ જેકેટ અને સલામતીના અન્ય સાધનોનો ઉપયોગ થાય તે સુનિશ્ચિત કરવું.

પ્રવાસ દરમિયાન જોખમી સ્થળોની (એડવેન્ચર કેમ્પ, રાઇડ્સ) મુલાકાત ટાળવી અને શૈક્ષણિક હેતુ સિદ્ધ થાય તે પ્રકારના પ્રવાસનું આયોજન કરવાનું રહેશે તથા પ્રવાસ દરમિયાન તરણ સ્પર્ધા જેવી જોખમી સ્પર્ધા કે તેવી પ્રવૃત્તિઓ કરવાની કે તેમાં ભાગ લેવાની રહેશે નહિ.

સૂચિત પ્રવાસના સમયગાળા દરમિયાન કુદરતી આફત-વાવાઝોડા, ભારે વરસાદ, શીતલહેર, ધરતીકંપ, કમોસમી વરસાદ, અસાધારણ ઠંડી/ગરમી બાબતે હવામાન ખાતા કે સરકાર દ્વારા અગમચેતી આપવામાં આવેલ હોય તે બાબત ધ્યાનમાં લઈ તે મુજબ પ્રવાસનું આયોજન કરવાનું રહેશે

News Click 24

Poll not found

Related Articles

Back to top button