બ્રેકીંગ ન્યુઝ

NIAએ લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. અનમોલ ઉર્ફે ભાનુ પર સિદ્ધુ મુસેવાલાની હત્યાનો પણ આરોપી છે.

અનમોલ બિશ્નોઈ સ્થળ બદલતો રહે છે અને તે વર્ષ 2023માં કેન્યા અને આ વર્ષે કેનેડામાં જોવા મળ્યો હતો. અનમોલ બિશ્નોઈ સામે 18 ક્રિમિનલ કેસ નોંધાયેલા છે

નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ પર પકડ વધુ મજબૂત કરી છે. NIAએ લોરેન્સનો ભાઈ અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે. અનમોલ ઉર્ફે ભાનુ   પર સિદ્ધુ મુસેવાલાની હત્યાનો પણ આરોપી છે. વર્ષ 2023માં તપાસ એજન્સીએ તેની સામે ચાર્જશીટ દાખલ કરી હતી. અહેવાલો અનુસાર તે નકલી પાસપોર્ટ પર ભારતથી ભાગી ગયો હતો.

અનમોલ બિશ્નોઈ સ્થળ બદલતો રહે છે અને તે વર્ષ 2023માં કેન્યા અને આ વર્ષે કેનેડામાં જોવા મળ્યો હતો.  અનમોલ બિશ્નોઈ સામે 18 ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. તેણે જોધપુર જેલમાં સજા કાપી ચૂક્યો છે. અનમોલને સાતમી ઓક્ટોબર 2021માં જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો.

14મી એપ્રિલ 2024ના રોજ સુપરસ્ટાર સલમાન ખાનના ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ફાયરિંગ કેસમાં કથિત સંડોવણી બદલ વોન્ટેડ આરોપી અનમોલ બિશ્નોઈ સામે લુકઆઉટ સર્ક્યુલર (LOC) નોટિસ પણ જાહેર કરી હતી.

મહારાષ્ટ્રમાં NCP (પવાર જૂથ) નેતા બાબા સિદ્દિકી હત્યા કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈના સીધા સંપર્કમાં હતો. હત્યાની શંકાસ્પદ ત્રણ શૂટરોએ હત્યા પહેલા ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ (સ્નેપચેટ) દ્વારા જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈ સાથે વાત કરી હતી. અનમોલ બિશ્નોઈ એક શૂટર અને કાવતરાખોર પ્રવીણ લોંકરના સંપર્કમાં હતો. અનમોલ કેનેડા અને અમેરિકાથી આરોપીઓના સંપર્કમાં હતો.

News Click 24

Poll not found

Related Articles

Back to top button