હાલમાં ચકચારીએ જયંતિ સરધારા પર હુમલાની ઘટનાને લઇ ખોડલધામના ટ્રસ્ટીઓએ બેઠક કરી હતી. જેમાં સમગ્ર ઘટનાને લઇ કોઇ પ્રતિક્રિયા ન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે
સરધારાએ PI સંજય પાદરીયા દ્વારા પોતાના પર હુમલો કર્યો હોવાના આક્ષેપની ઘટનામાં ખોડલધામનો પણ હાથ હોવાનો આરોપ લગાવ્યા હતા. જેને લઇને ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિવાદ વકર્યો છે.

થોડા દિવસ અગાઉ જયંતિ સરધારાએ PI સંજય પાદરીયા દ્વારા પોતાના પર હુમલો કર્યો હોવાના આક્ષેપ કર્યા હતા. ત્યારે સમગ્ર ઘટનાને લઇ ખોડલધામના ટ્રસ્ટીઓની મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં જયંતિ સરધારા અને સંજય પાદરીયાના વિવાદને લઇ ચર્ચાઓ કરવામાં આવી હતી.જેમાં ખોડલધામના નામ સંદર્ભે કોઈ પ્રતિક્રિયા ન આપવા નિર્ણય કરવામાં આવ્યો હતો.
પૂર્વ કોર્પોરેટર જયંતિ સરધારાએ PI સંજય પાદરીયા દ્વારા પોતાના પર હુમલો કર્યો હોવાના આક્ષેપની ઘટનામાં ખોડલધામનો પણ હાથ હોવાનો આરોપ લગાવ્યા હતા. જેને લઇને ખોડલધામ અને સરદારધામ વચ્ચે વિવાદ વકર્યો છે. ત્યારે આ ચર્ચાઓને લઇ રાજકોટના સરદાર ભવન ખાતે ખોડલધામના ટ્રસ્ટીઓની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ખોડલધામના નામ મુદ્દે કોઈ જ પ્રતિક્રિયા ન આપવા નિર્ણય કરવામાં આવ્યો છે.
બીજી તરફ ખોડલધામના ટ્રસ્ટીઓએ પોલીસ કમિશનર સાથે પણ મુલાકાત કરી હતી. જેમાં ખોડલધામના ટ્રસ્ટીઓએ સમગ્ર કેસમાં તટસ્થ તપાસની માગ કરી છે. ત્યારે PI સંજય પાદરીયા વિરુદ્ધ આકરી કલમ ઉમેરવામાં ઉતાવળ થયાની પણ રજૂઆત પણ કરવામાં આવી હતી.