ખોડલધામ અને સરદારધામ વિવાદમાં સરદાર પટેલ ગ્રૂપની એન્ટ્રી થઇ છે, જેમાંમ સસ્પેન્ડેડ PI સંજય પાદરિયાના સમર્થનમાં સરદાર પટેલ ગ્રૂપ ઉતર્યું છે
જોકે તાજેતરમાં ખોડલધામના ટ્રસ્ટીઓની મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં જયંતિ સરધારા અને સંજય પાદરીયાના વિવાદને લઇ ચર્ચાઓ કરવામાં આવી હતી.જેમાં ખોડલધામના નામ સંદર્ભે કોઈ પ્રતિક્રિયા ન આપવા નિર્ણય કરવામાં આવ્યો

જયંતિ સરધારાએ PI સંજય પાદરીયા દ્વારા પોતાના પર હુમલો કર્યો હોવાના આક્ષેપ કર્યા હતા. જેને લઇ સરદારધામ અને ખોડલધામના વિવાદ વધારે વણસ્યો હતો. ત્યારે આ દરમિયાન વધુ એક ગ્રૃપની આ મામલે એન્ટ્રી થઇ છે. જેમાં હાલ સસ્પેન્ડેડ પીઆઇના સમર્થનમાં સરદાર પટેલ ગ્રૂપ ઉતર્યું હતું. જેમા સરદાર ગ્રૃપના સૌરાષ્ટ્ર ઝોનના અધ્યક્ષ કલ્પેશ રાંકનું સંજય પાદરિયાના સમર્થનમાં નિવેદન સામે આવ્યું છે.
સંજય પાદરિયાને કાવતરાનો ભોગ બનાવીને સસ્પેન્ડ કરાયા છે. સંજય પાદરિયાને જયંતિ સરધારા દ્વારા ભોગ બનાવવામાં આવ્યા છે. જેમાં PIનો કોલર પકડીને લાત મારવી, માથાકૂટ કરવી અને બાદમાં ફરિયાદ કરવી તે કાવતરું છે. તેઓએ વધુમાં જણાવ્યું હતુ કે સંજય પાદરિયાને જાણી જોઈનને વિવાદમાં લાવવામાં આવ્યા છે, SPG કાવતરાનો ભોગ બનનારા સંજય પાદરિયાના સમર્થનમાં છે ,
જોકે તાજેતરમાં ખોડલધામના ટ્રસ્ટીઓની મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં જયંતિ સરધારા અને સંજય પાદરીયાના વિવાદને લઇ ચર્ચાઓ કરવામાં આવી હતી.જેમાં ખોડલધામના નામ સંદર્ભે કોઈ પ્રતિક્રિયા ન આપવા નિર્ણય કરવામાં આવ્યો હતો. ખોડલધામના ટ્રસ્ટીઓએ પોલીસ કમિશનર સાથે પણ મુલાકાત કરી હતી. જેમાં ખોડલધામના ટ્રસ્ટીઓએ સમગ્ર કેસમાં તટસ્થ તપાસની માગ કરી છે.