જાણવા જેવું

ડિસેમ્બરના પહેલા દિવસથી અનેક ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે , એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર, ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર જોવા મળશે.

1 નવેમ્બરે 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. તેલ અને ગેસ વિતરણ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે કિંમતોમાં ફેરફાર કરે છે અને આ વખતે પણ તે જ જોવા મળી શકે છે.

નવેમ્બર મહિનો પૂરો થઈ રહ્યો છે અને ડિસેમ્બરના પહેલા દિવસથી અનેક ફેરફારો લાગુ થવા જઈ રહ્યા છે. આ નાણાકીય ફેરફારોની સીધી અસર દરેક ઘર અને દરેક ખિસ્સા પર જોવા મળી શકે છે. જેના એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં ફેરફાર, ક્રેડિટ કાર્ડ સંબંધિત નિયમોમાં ફેરફાર જોવા મળશે.

1 નવેમ્બરે 19 કિલોના કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. તેલ અને ગેસ વિતરણ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે કિંમતોમાં ફેરફાર કરે છે અને આ વખતે પણ તે જ જોવા મળી શકે છે. લાંબા સમયથી સ્થિર રહેલા 14 કિલોના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં સુધારો થવાની આશા છે.

એલપીજી સિલિન્ડરની કિંમતોની સાથે, એર ટર્બાઇન ઇંધણ (ATF) ની કિંમતમાં પણ મહિનાના પ્રથમ દિવસે ફેરફાર થાય છે. 1 ડિસેમ્બરે હવાઈ ઈંધણના ભાવમાં પણ ફેરફાર જોવા મળી શકે છે. આ ફેરફારોની સીધી અસર હવાઈ મુસાફરો પર જોવા મળી શકે છે.

1 ડિસેમ્બર, 2024 થી ત્રીજો મોટો ફેરફાર ક્રેડિટ કાર્ડ વપરાશકર્તાઓ સંબંધિત છે. જો તમે SBI ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો, તો નવા નિયમો 1લી ડિસેમ્બરથી અમલમાં આવી રહ્યા છે. SBIની વેબસાઈટ મુજબ, 48 ક્રેડિટ કાર્ડ હવેથી ડિજિટલ ગેમિંગ પ્લેટફોર્મ/મર્ચન્ટ સાથે સંબંધિત વ્યવહારો પર રિવોર્ડ પોઈન્ટ ઓફર કરશે નહીં.

TRAI એ OTP અને કોમર્શિયલ મેસેજિંગ માટે નવા ટ્રેસેબિલિટી નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નિયમ 1 ડિસેમ્બરથી લાગુ થશે. આ હેઠળ, ટેલિકોમ કંપનીઓને મોકલવામાં આવતા તમામ મેસેજ ટ્રેસેબલ રહેશે, જેનાથી ફિશિંગ અને સ્પામના મામલાઓમાં ઘટાડો થશે. જો કે, આનાથી OTPની ડિલિવરીમાં થોડો વિલંબ થઈ શકે છે.

ભારતીય રિઝર્વ બેંકે ડિસેમ્બર મહિના માટે રજાઓનું કેલેન્ડર બહાર પાડ્યું છે. કેલેન્ડર મુજબ આ મહિનામાં કુલ 17 દિવસ બેંકોમાં કોઈ કામ નહીં થાય. જોકે, ઓનલાઈન સુવિધા 24 કલાક ખુલ્લી રહેશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button