BZ ગૃપના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને લઇને રોજબરોજ અવનવા ખુલાસા થતા જોવા મળી રહ્યા છે. જેમાં આજે વધુ એક મહત્વનો ખુલાસો , ક્રિપ્ટો કરન્સીની એન્ટ્રી ,
ઉપરાંત 3 વર્ષમાં કરોડોની જમીન ખરીદી હોવાની માહિતી પણ સામે આવતા તમામ જિલ્લાના સબ રજિસ્ટ્રાર કચેરીમાં તપાસ કરવામાં આવશે.

BZ ગૃપના કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને લઇને રોજબરોજ અવનવા ખુલાસા થતા જોવા મળી રહ્યા છે. જેમાં આજે વધુ એક મહત્વનો ખુલાસો થયો હતો. મળતી માહિતી મુજબ ભૂપેન્દ્ર ઝાલાએ ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કર્યુ હોવાનું સામે આવ્યું છે. ત્યારે કિસ્સામાં ઝાલાના નજીકના સંબંધીના નામે ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરવામાં આવ્યું હોવાની જાણકારી મળી હતી. જેના દ્વારા કેસમાં હવે સંબંધીઓના રોકાણની તપાસ કરવામાં આવનાર છે.
વધારે મળતી માહિતી મુજબ ભૂપેન્દ્ર ઝાલાએ માત્ર 3 વર્ષમાં કરોડોની જમીન ખરીદી હોવાનો ઘટસ્ફોટ થયો છે. ત્યારે આ બાબતે તમામ જિલ્લાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં પણ તપાસનો દોર શરૂ કરવામાં આવનાર છે. ત્યારે હાલમાં જેમના રૂપિયા ફસાયા હોય તેવા લોકો પોલીસની મદદ લઇ રહ્યા છે.
BZ ગ્રુપ સામે ચાલી રહેલી તપાસમાં સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાનું છેલ્લું લોકેશન મધ્યપ્રદેશ હોવાનું સામે આવ્યું છે. જેમાં આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ફોન આ સ્થળેથી બંધ થયો હતો. ત્યારે રાજ્યની આ મોટી ઘટનાને લઇ આરોપીને ઝડપવા માટે અન્ય રાજ્યો સુધીની પોલીસે તપાસ આદરી છે.