અમદાવાદમાં દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓમા વધારો , ગતરાત્રિના રોજ વધુ એક નબીરાએ બેફામ ગાડી ચલાવીને 2 લોકોને મોતને ઘાટ ઉતાર્યા
આ ઘટનામાં આરોપી નશામાં હોવાની જાણ થતા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે
અમદાવાદમાં પૂરઝડપે કાર ચાલવતા લોકો બેફામ થયા છે. ત્યારે ગતરોજ વધુ એક કારચાલકે 2 લોકોનો ભોગ લીધો હતો. દહેગામ-નરોડા હાઇવે પર અકસ્માતમાં 2 લોકોના મોત થયા હતા. જેમાં એણાસણ ગામ નજીક કારચાલકે બાઈક સવાર 2 યુવાનોને અડફેટે લીધા હતા.
મળતી માહિતી મુજબ દહેગામ-નરોડા હાઇવે પસાર થતા 2 બાઇક પર સવાર યુવાનોને પૂરપાટ ઝડપે આવતી ગાડીએ સામેની તરફથી ટક્કર મારી હતી. કારની ટક્કર વાગતાં બાઈક પર સવાર 2 યુવાનના મોત થયા હતા. ત્યારે અકસ્માતની ઘટનાનાં CCTV સામે આવ્યા હતા. જેમાં કાર ચાલક દારૂના નશાના હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.
બાઇક પર સવાર યુવાનોની તપાસ કરતા અમિત રાઠોડ અને વિશાલ રાઠોડનું નામ સામે આવ્યું છે. ત્યારે સમગ્ર ઘટનાને લઇ પોલીસે નશામાં ધૂત કાર ચાલકને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદ શહેરમાં વારંવાર બનતી આવી ઘટનાઓને લઇ શહેરીજનોમાં રોષ ફાટી નિકળ્યો છે. તથા આવી ઘટનામાંઓમાં આરોપીઓને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.



