ગુજરાત

અમદાવાદની કાકડિયા હોસ્પિટલ ઉપર લાગ્યા ગંભીર આક્ષેપ , ઓપરેશન કર્યાના કલાકમાં જ મોત થઈ ગયું ,

PMJAY કાર્ડ હેઠળ પૈસા પડાવવાનું કારસ્તાન સામે આવ્યું હતું. આ તરફ હવે ખ્યાતિ હોસ્પિટલને જેમ જ બાપુનગરની કાકડિયા હોસ્પિટલ વિવાદમાં આવી છે.

અમદાવાદના SG હાઇવે પર પકવાન ચાર રસ્તા પાસે આવેલ ખ્યાતિ હોસ્પિટલમાં અનેક દર્દીઓના મોત બાદ તેમાં PMJAY કાર્ડ હેઠળ પૈસા પડાવવાનું કારસ્તાન સામે આવ્યું હતું. આ તરફ હવે ખ્યાતિ હોસ્પિટલને જેમ જ બાપુનગરની કાકડિયા હોસ્પિટલ વિવાદમાં આવી છે. વાસ્તવમાં અહીં એક યુવકનું ડૉક્ટરની બેદરકારીથી મોત થયું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ સાથે ખ્યાતિ હોસ્પિટલની જેમ અહીં પણ PMJAY કાર્ડ મંગાવ્યું હોવાનો મૃતકના પરિજનો આક્ષેપ કરી રહ્યા છે.

અમદાવાદના બાપુનગરમાં આવેલી કાકડિયા હોસ્પિટલની બેદરકારીથી દર્દીનું મોત થયાનો આરોપ લાગ્યો છે. અમરાઈવાડીના પરિવારે હોસ્પિટલના ડૉ.હિતેન બારોટ અને ડૉ.અભિમન્યુ સામે બેદરકારીનો આક્ષેપ કર્યો છે. પરિજનોનો આક્ષેપ છે કે, તબીબોની ભૂલના લીધે અરવિંદ પરમાર નામના દર્દીનું મોત થયું છે. જેણે લઈ હવે મૃતક યુવકના પરિવારજનોએ જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

મૃતક અરવિંદભાઈ પરમારના પરિજનોએ આરોપ કર્યો છે કે, અરવિંદભાઈને ગેસની તકલીફ થતા સારવાર માટે કાકડિયા હોસ્પિટલ લઈ જવાયા હતા.જ્યાં ડોક્ટરોએ અરવિંદ પરમારને હૃદયરોગનો હુમલો આવ્યો હોવાની જાણ કરી અને તાત્કાલિક સ્ટેન્ટ મુકવા માટે ઓપરેશન કરી નાખ્યું હતું. આ સાથે ઓપરેશન માટે તબીબોએ આયુષ્યમાન કાર્ડ પણ મંગાવ્યું હોવાનું કહ્યું છે. આ સાથે તેમણે કહ્યું કે, ઓપરેશન કર્યાના માત્ર એક કલાકની અંદર અરવિંદભાઈનું મોત થઈ ગયું.

મૃતકના પત્ની અને મૃતકના ભાઈએ જણાવ્યું કે, તબીબોએ તેમની સામે કબૂલ્યું હતું કે, ઓપરેશન દરમિયાન ભૂલથી એક નસ ફાટી ગઈ છે. નોંધનિય છે કે, ડોક્ટર હિતેન બારોટ અને ડૉ.અભિમન્યુ સામે પરિવારે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. મૃતકના ઘરમાં માતા-પત્ની અને ભાઈ રહે છે. આ તરફ હવે પરિવારનું ભરણપોષણ કરનાર પુત્રના અકાળે મોતથી પરિવાર માથે આફત આવી પડી છે. પરિવારે જવાબદાર ડોક્ટરો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે.

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબોની કરતૂતો સામે આવ્યા બાદ સમગ્ર રાજ્યમાંથી રાક્ષસ તબીબો પર ફિટકાર વરસી રહ્યો છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબબોએ કડીના 19 દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિ કરી નાખ્યા બાદ 2 દર્દીના મોત થયા હતા.

ખ્યાતિ હોસ્પિટલ કાંડ બાદ હવે સરકારે PM-JAY યોજનાના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. સરકાર આગામી દિવસોમાં નવા નિયમો સાથે નવી માર્ગદર્શિકા જાહેર કરશે. નવા નિયમો મુજબ હવેથી એન્જિયોગ્રાફી કે એન્જિયોપ્લાસ્ટીની સર્જરીના વીડિયો મોકલવા પડશે. સાથે જ યોજના માટે એક નવું પોર્ટલ તૈયાર કરવામાં આવશે. PM-JAY યોજના હેઠળ આવતી હોસ્પિટલની સમયાંતરે મુલાકાત લઈને રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. સ્ટેન્ટ, ઈમ્પ્લાન્ટ્સની ગુણવત્તાની તપાસણી માટે વ્યવસ્થા ગોઠવાશે. આરોગ્ય અધિકારીએ એક મહિનામાં ઓછામાં ઓછી બે હોસ્પિટલની મુલાકાત લેવી પડશે. પહેલા માત્ર ફોનથી જ યોજના હેઠળ સર્જરીની મંજૂરી આપી દેવાતી હતી પરંતુ નવા નિયમો પ્રમાણે હવેથી માત્ર ફોનથી જ યોજના હેઠળ સર્જરીની મંજૂરી આપવામાં નહીં આવે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button