મહારાષ્ટ્રમાં છેલ્લા ત્રણ દિવસમાં અનેક રાજકીય ખેલ નખાયા ભાજપે શિંદેને અલ્ટીમેટમ આપી દીધું ,
બેન્ડ, બાજા, બારાત તૈયાર છે: અણવર બનવું હોય તો આવી જાવ: શિંદેની એક પણ માંગણી મંજુર નહીં રાખવાનો મૂડ ભાજપ મોવડી મંડળે બતાવ્યો

મહારાષ્ટ્રમાં નવી સરકારની રચનામાં થઇ રહેલા વિલંબ અને ખાસ કરીને વર્તમાન મુખ્યમંત્રી એકનાથ શિંદે દ્વારા જે રીતે પોતાનું પદ જાળવી રાખવા છેલ્લી ઘડી સુધી ખેલ નાખ્યા તે પછી ભાજપ મોવડી મંડળે નિર્ણાયક વલણ અપનાવીને શિંદે માટે ભાજપની લાઇનમાં આવું ફરજીયાત બનાવી દીધું હોવાના સંકેત મળી રહ્યા છે.
વાસ્તવમાં ગત શનિવારે પરિણામ જાહેર થયા બાદ એ બાબત નિશ્ચિત બની ગઇ હતી કે મુખ્યમંત્રી ભાજપના જ હશે પરંતુ અઢી વર્ષ પૂર્વેના બળવાના પગલે મુખ્યમંત્રી બની ગયેલા એકનાથ શિંદેએ 2019ની સ્ટાઇલથી ભાજપને દબાણમાં લાવવા પ્રયત્ન કર્યો હતો અને બિહાર સ્ટાઇલથી નાના પક્ષના નેતાને પણ મુખ્યમંત્રી પદ મળી શકે તેવું જણાવીને પોતાનો દાવો કરતાં ગત સપ્તાહએ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ લગભગ પાંચ કલાક સુધી મુખ્યમંત્રી શિંદે સાથે ચર્ચા કરી હતી પરંતુ એ નિશ્ચિત કર્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપ કોઇપણ દબાણ હેઠળ આવશે નહીં.
ભાજપ માટે એડવેન્ટેજ એ હતો કે 132 બેઠકો તેની ખુદની હોવા ઉપરાંત અજિત પવાર જુથ પણ ભાજપની સાથે હતું આમ શિંદે વગર પણ ભાજપ બહુમતિ શાસન કરી શકે તેમ હતું મહત્વનું એ છે કે અજિત પવાર જુથ વગર ભાજપે 145ના મેજીક આંક પહોંચી વળવા અપક્ષો તૈયાર રાખ્યા હતા. એટલું જ નહીં શિંદે જુથમાં પણ ભંગાણ પડે તેવી શક્યતાની ચર્ચા વહેતી મુકી હતી.
સુત્રોના જણાવ્યા મુજબ ભાજપે મુખ્યમંત્રીના નામની જાહેરાત કર્યા વગર તા.5ના રોજ શપથવિધિ યોજાશે તેવું જાહેર કરીને શિંદેને આડતકરુ અલ્ટીમેટમ પણ મોકલી આપ્યું હતું અને તેના વગર પણ સરકાર રચાઇ શકે છે તેવું જણાવી દેવામાં આવે છે જો કે અત્યાર સુધી મહારાષ્ટ્રમાં જે વિલંબ થયો તે માટે શિંદે જુથ ઉપરાંત ભાજપનું જ એક જુથ જવાબદાર હોવાનું માનવામાં આવતું હતું.
જેઓ દેવેન્દ્ર ફડવનવીસને તેઓ મુખ્યમંત્રી પદે બેસાડવાના વિરોધી હતા અને તેથી જ બે થી ત્રણ નામો ચલાવાયા હતા. સુત્રોના જણાવ્યા મુજબ ભાજપ મોવડી મંડળે જો કે ફળનવીસના નામ પર મંજુરી મારી દીધી હોવાનો અહેવાલો આવતા હતા સુત્રોના જણાવ્યા મુજબ ભાજપ વર્તમાન સ્થિતિમાં શિંદે અને પવાર બંનેને જો કાબુમાં રાખી શકે તે દેવેન્દ્ર ફડનવીસ જ કરી શકે તે નિશ્ચિત કરી લીધું હતું.
ઉપરાંત 132 બેઠકો જીત્યા ઉપરાંત જો સમાધાન કરવું પડે તો તે ખોટો મેસેજ જાય તે ભાજપ મોવડી મંડળને અહેસાસ થયો હતો. ખાસ કરીને દિલ્હીમાં જે રીતે મોદી સરકાર જનતા દળ-યુ અને તેલેગુ દેશમના ટેકાથી ચાલે છે તેઓને પણ કોઇ ખુલ્લો બાર્ગેનીંગ પાવર આપવા ભાજપ ન હતું અને જેથી મહારાષ્ટ્રમાં શિંદે જુથની એક પણ દલિલ માન્ય રાખી ન હતી. અને અજિત પવાર પણ સમય વર્તે સાવધાન થઇને ભાજપને મુખ્યમંત્રી હશે તેવી જાહેરાત કરી. શિંદે માટે મુશ્કેલ સ્થિતિ સર્જી દીધી હતી ,
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ ભાજપની નજર હવે મુંબઇ મહાનગર પાલિકાની ચૂંટણી પર છે અને હજુ પણ તે શિંદે જૂથ તેમજ એનસીપીને પણ આંચકો આપશે તથા એકલા હાથે મુંબઇ મહાનગરપાલિકાને ચૂંટણી લડે તેવા સંકેત છે. સુત્રોના જણાવ્યા મુજબ શિંદે જૂથ પર સતત દબાણ બનાવી રાખવું એ ભાજપની તૈયારી છે અને જે રીતે મુખ્યમંત્રી પદ માટે એકનાથ શિંદે દબાણ આપ્યું તેનો જવાબ અપાશે. સુત્રોના જણાવ્યા મુજબ ફકત મુંબઇ જ નહીં થાળે મહાનગરપાલિકામાં પણ ભાજપ એકલા હાથે ચૂંટણી લડવા માંગે છે. મહાયુતિ ફકત વિધાનસભા પૂરતી જ મર્યાદિત છે અને લાંબા સમય સુધી ભાજપ મહારાષ્ટ્ર જે રીતે ડ્રાઇવીંગ સીટ પર આવ્યું છે તેથી તે હવે તે ભૂમિકા છોડવા માંગતું નથી.