પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવતા હડકંપ ,
શીખોના પવિત્ર સ્થળ અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિરમાં જ ગોળીબાર કરવામાં આવ્યો હતો.

2 ડિસેમ્બરના રોજ, શ્રી અકાલ તખ્ત સાહિબ ખાતે રામ રહીમ કેસમાં 5 સિંહ સાહેબોની બેઠક યોજાઈ હતી, જેમાં તેમને અને અન્ય મંત્રીમંડળના સભ્યોને શિરોમણી અકાલી દળ સરકાર દરમિયાન ધાર્મિક ગેરવર્તણૂકના આરોપમાં સજા કરવામાં આવી હતી. આ મામલામાં, 30 ઓગસ્ટ 2024ના રોજ, શ્રી અકાલ તખ્તે સુખબીર સિંહ બાદલને ‘તનખૈયા’ (ધાર્મિક દુરાચાર માટે દોષિત) જાહેર કર્યા હતા.
માહિતી અનુસાર શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર આ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જોકે તેઓ આ હુમલામાં હેમખેમ બચી ગયા હતા. અમૃતસરના સુવર્ણ મંદિરમાં સજા તરીકે રક્ષક તરીકેની ફરજ બજાવતી વખતે તેમના પર આ હુમલો કરાયો હતો. જોકે ઘટનાસ્થળે હાજર લોકોએ હુમલાખોરને પકડી પાડ્યો હતો. માહિતી અનુસાર ફાયરિંગ કરનારો હુમલાખોર પકડાઈ ગયો છે અને તેનું નામ નારાયણ સિંહ ચૌડા તરીકે જાહેર કરાયું છે. તે દલ ખાલસાનો કાર્યકર છે. તેણે જ્યારે ખિસ્સામાંથી પિસ્તોલ કાઢી ત્યારે જ એક યુવકે તેને પકડી લીધો હતો જેના લીધે અકાલી દળના નેતા પર ગોળી ચાલતા ચાલતા રહી ગઇ હતી અને તેમનો આબાદ બચાવ થયો હતો.
2007માં ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમે સલાબતપુરામાં શીખોના 10મા ગુરુ શ્રી ગુરુ ગોવિંદ સિંહ જીની પરંપરાને અનુસરીને તેમના જેવા કપડાં પહેરીને અમૃત છાંટવાનો ઢોંગ કર્યો હતો. આના પર રામ રહીમ વિરુદ્ધ પોલીસ કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ તેને સજા આપવાને બદલે બાદલ સરકારે કેસ પાછો ખેંચી લીધો હતો.
બાદલ સરકારના કાર્યકાળ દરમિયાન, 1 જૂન, 2015ના રોજ, કેટલાક લોકોએ બુર્જ જવાહર સિંહ વાલા (ફરીદકોટ)ના ગુરુદ્વારા સાહિબમાંથી શ્રી ગુરુ ગ્રંથ સાહિબની બીડની ચોરી કરી હતી. ત્યારપછી 12 ઓક્ટોબર 2015ના રોજ બરગારી (ફરીદકોટ)ના ગુરુદ્વારા સાહિબમાંથી શ્રી ગુરુ ગ્રંથ સાહિબના 110 ભાગોની ચોરી કરીને ફેંકી દેવામાં આવ્યા હતા. જેના કારણે શીખ સમુદાયમાં ભારે રોષ ફેલાયો હતો. અકાલી દળ સરકાર અને તત્કાલીન ગૃહમંત્રી સુખબીર સિંહ બાદલે આ મામલાની સમયસર તપાસ કરી ન હતી. ગુનેગારોને સજા આપવામાં નિષ્ફળ પહ્યા હતા. જેના કારણે પંજાબમાં સ્થિતિ વણસી ગઈ હતી.
ખોટા કેસમાં માર્યા ગયેલા શીખોને ન્યાય ન આપી શક્યા અકાલી દળની સરકારે સુમેધ સૈનીને પંજાબના ડીજીપી નિયુક્ત કરવામાં આવ્યા. તેમને રાજ્યમાં નકલી પોલીસ એન્કાઉન્ટર કરીને શીખ યુવાનોની હત્યા કરવા માટે દોષિત ગણવામાં આવ્યા હતા. આલમ સેનાની રચના કરનાર પૂર્વ ડીજીપી ઇઝહર આલમે તેમની પત્નીને ટિકિટ આપીને મુખ્ય સંસદીય સચિવ બનાવ્યા.