ગુજરાત

ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે , BAPS સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકર સુવર્ણ મહોત્સવ સહિત વિવિધ કાર્યક્રમોમાં આપશે હાજરી,

બોડકદેવ ગ્લોબલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. જે બાદ વૈષ્ણોદેવી સર્કલ પાસે કાર્યક્રમમાં જનાર છે. અને આ દરમિયાન તેઓ લોક સેવા ટ્રસ્ટના વાર્ષિક ઉત્સવમાં પણ ભાગ લેશે.

ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદની મુલાકાતે આવનાર છે. ત્યારે તેઓ સ્વામિનારાયણ સંસ્થાના વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપનાર છે. જેમાં સવારે બોડકદેવ ગ્લોબલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. જે બાદ વૈષ્ણોદેવી સર્કલ પાસે કાર્યક્રમમાં જનાર છે. અને આ દરમિયાન તેઓ લોક સેવા ટ્રસ્ટના વાર્ષિક ઉત્સવમાં પણ ભાગ લેશે. બીજી તરફ હાલ ચાલી રહેલ સ્વામિનારાયણ સંસ્થાના કાર્યકર સુવર્ણ જયંતિ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. ઉલ્લેખનિય છે કે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં BAPS સ્વામિનારાયણ સંસ્થાનો કાર્યક્રમ યોજાશે. ત્યારે આ કાર્યક્રમમાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં લોકો હાજરી આપવા માટે ઉપસ્થિત રહેશે.

વડોદરાના 10 હજાર, સુરતના 4 હજાર, અમદાવાદ અને ગાંધીનગરના 30 હજાર કાર્યકરો આવશે. રાજકોટના 2600 અને અન્ય રાજ્યો સહિત વિદેશથી એક લાખ કાર્યકરો આવશે. 280 ફુટની સ્ક્રીન, 1800 લાઈટ્સ, 30 પ્રોજેક્ટર અને બે હજાર સ્વયંસેવકો પર્ફોમન્સ કરશે. એક લાખ સ્વયંસેવકોના હાથમાં LED બેલ્ટ્સ, મેપિંગ અને ટેકનોલોજીથી ગ્રાઉન્ડ ઝગમગી ઉઠશે. કાર્યકરોના વાહનોના પાર્કિંગ માટે રિવરફ્રન્ટ આગળ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ વિભાગને વધારે તકલીફ ન પડે તે માટે ટ્રાફિક નિયમન કરાવવા સ્વયંસેવકો સજ્જ રહેશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button