દેશ-દુનિયા
ભારત સાથે સતત વિવાદિત સ્થિતિ બનાવી રહેલા બાંગ્લાદેશે હવે ભારત સાથેના બેન્ડવીથ ટ્રાન્ઝીટ કરાર રદ કરવાની તૈયારી ,
ઉત્તર પૂર્વને ઇન્ટરનેટ કનેક્ટીવીટી આપવાની મોદી સરકારના પ્લાનીંગને આંચકો ,

ભારત સાથે સતત વિવાદિત સ્થિતિ બનાવી રહેલા બાંગ્લાદેશે હવે ભારત સાથેના બેન્ડવીથ ટ્રાન્ઝીટ કરાર રદ કરવાની તૈયારી કરી છે આ કરાર હેઠળ ભારત ઉત્તર પૂર્વના રાજ્યોમાં ઇન્ટરનેટ કનેક્ટીવીટી વધારવા માટે આગળ વધી રહ્યું હતું. ગત વર્ષે બાંગ્લાદેશ ટેલીકોમ નિકેશન રેગ્યુલેટરી કમિશનએ ભારત સરકારનો સંપર્ક કરીને બાંગ્લાદેશી કંપનીઓ મારફત ભારત માટે હાઇ સ્પીડ બેન્ડવીથ જે સીંગાપુરથી ભારત સુધી પહોંચવાના છે તેમાં બાંગ્લાદેશના માર્ગે આવે તે નિશ્ર્ચિત કર્યું હતું અને તે માટે કરાર પણ થયા હતા પરંતુ હવે જે રીતે બાંગ્લાદેશમાં રાજકીય પરિસ્થિતિ બદલી છે તે પછી આ દેશની સરકાર ભારત સાથે એક બાદ એક કરારો તોડી રહી છે અને તેમાં નોર્થ ઇસ્ટ માટેની ઇન્ટરનેટ કનેક્ટીવીટીના પ્લાનીંગને પણ ધક્કો પહોંચે તેવી ધારણા છે.
Poll not found