શેરબજાર નજીવા ઉછાળા સાથે ખુલ્યું. BSEનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 58.34 પોઈન્ટના વધારા સાથે 81,568.39 પોઈન્ટ પર ઓપન થયો ,
નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 10.45 પોઈન્ટના વધારા સાથે 24,620.50 પોઈન્ટ પર ઓપન થયો

ભારતીય શેરબજાર નજીવા ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં ખુલ્યું. BSEનો બેન્ચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ 58.34 પોઈન્ટના વધારા સાથે 81,568.39 પોઈન્ટ પર ઓપન થયો. NSE નો નિફ્ટી 50 ઈન્ડેક્સ પણ 10.45 પોઈન્ટના વધારા સાથે 24,620.50 પોઈન્ટ પર ઓપન થયો. બજાર ખૂલતાંની સાથે અલ્ટ્રાટેક સિમેન્ટ, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, ઈન્ફોસિસ, કોલ ઈન્ડિયા, નેસ્લે નિફ્ટી પર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા છે, જ્યારે ડૉ. રેડ્ડીઝ લેબ્સ, આઈસીઆઈસીઆઈ બેંક, એલએન્ડટી, ટ્રેન્ટ અને એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સ ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.
ભારતીય રૂપિયો બુધવારે 84.85 પ્રતિ ડોલર પર ખુલ્યો, જ્યારે મંગળવારે તે 84.85 પર બંધ થયો હતો. જણાવી દઈએ કે મંગળવારે શેરબજાર એકદમ સપાટ બંધ રહ્યું હતું. ગઈકાલે BSE સેન્સેક્સ 1.59 પોઈન્ટના વધારા સાથે 81,510.05 પોઈન્ટ પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી 8.95 પોઈન્ટના ઘટાડા સાથે 24,610.05 પોઈન્ટ પર બંધ થયો હતો.
10 ડિસેમ્બરે, ભારતીય બેન્ચમાર્ક ઇન્ડેક્સ નિફ્ટી 24,600 ની આસપાસ રહેવાની સાથે સપાટ સ્તરે બંધ થયો. બંધ થવાના સમયે, સેન્સેક્સ 1.59 પોઈન્ટ અથવા 0.00 ટકા વધીને 81,510.05 પર અને નિફ્ટી 8.95 પોઈન્ટ અથવા 0.04 ટકા ઘટીને 24,610.05 પર હતો.
ટ્રેડિંગ દરમિયાન, ભારતી એરટેલ, અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઇઝ, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ અને HDFC લાઇફ સેન્સેક્સ સૌથી વધુ ઘટાડો થયો. જ્યારે બજાજ ફિનસર્વ, ઇન્ફોસિસ, એચસીએલ ટેક્નૉલૉજી, વિપ્રો અને શ્રીરામ ફાઇનાન્સમાં તેજી જોવા મળી હતી. BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 0.3-0.3 ટકાની તેજી નોંધાઈ હતી. સેક્ટર મુજબ, પાવર, ટેલિકોમ, મીડિયામાં 0.5-1 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે IT, મેટલ, PSU બેન્ક અને રિયલ્ટીમાં 0.4-1 ટકાની તેજી નોંધાઈ હતી.