કેનેડાએ પોતાની ઈમિગ્રેશન પોલિસી કડક બનાવી છે ત્યારે 4,57,646 ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરી દેવાનો ઓર્ડર થઈ ગયો છે ,
ડિપોર્ટ થનારા ઈમિગ્રેશન્સને સરકાર શોધી રહી છે ,

કેનેડાએ પોતાની ઈમિગ્રેશન પોલિસી કડક બનાવી છે ત્યારે જે લોકોના વિઝાની વેલિડિટી પૂરી થઈ હોય, જેમણે વિઝાની શરતોનો ભંગ કર્યો હોય કે પછી જે ઈમિગ્રન્ટ્સના અસાયલમના દાવાને નામંજૂર કરવામાં આવ્યા હોય તેવા લોકોને ડિપોર્ટ કરવાનું પણ શરૂ થઈ ગયું છે.
હાલ કેનેડામાં રહેતા આવા 4,57,646 ઈમિગ્રન્ટ્સને ડિપોર્ટ કરી દેવાનો ઓર્ડર થઈ ગયો છે, પરંતુ તેમાંથી 29,730 જેટલા ઈમિગ્રન્ટ્સ અચાનક ગાયબ થઈ ગયા છે. કેનેડાના સાંસદ લૈલા ગુડરિજ દ્વારા આ અંગે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે કેનેડા બોર્ડર સર્વિસ એજન્સી ડિપોર્ટેશનનો સામનો કરી રહેલા અને હાલ ગુમ થઈ ગયેલા ત્રીસ હજાર જેટલા ઈમિગ્રન્ટ્સને શોધી રહી છે.આ તમામ લોકોને તેમની સામે ચાલી રહેલી કાર્યવાહીમાં હાજર રહેવાનું હતું,
પરંતુ તેમનો કોઈ અતોપતો ના હોવાથી હવે તેમની સામે વોરન્ટ ઈશ્યૂ કરીને તેમને શોધવાની કામગીરી ચાલી રહી છે. સમગ્ર કેનેડામાં ગુમ થયેલા ઈલીગલ ઈમિગ્રન્ટ્સમાં સૌથી વધુ 21,325 લોકો ઓન્ટારિયોમાંથી મિસિંગ છે, આ જ પ્રાંતમાં ઈન્ડિયન્સની સંખ્યા પણ સૌથી વધારે છે.