ગુજરાત

કાલુપુર રેલવે સ્ટેશન જે રાજ્યનું સૌથી મોટું સ્ટેશન છે તેનું 2300 કરોડ ઉપર ખર્ચે ડેવલપમેન્ટ કરાઈ રહ્યું છે ,

ભુજ 300 કરોડ અને સાબરમતી 300 કરોડમાં ડેવલપ કરાઈ રહ્યું છે .

અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન એરપોર્ટ ને પણ ટક્કર મારે અને મુસાફરોને અગણિત સુવિધા મળે તે રીતે ડેવલપ કરાઈ રહ્યું છે. જ્યાં આલ્ફા વન મોલ કરતા પણ મોટું પાર્કિંગ બનશે તેમજ રેલવે- મેટ્રો અને બુલેટ રેન સહિત તમામ ટ્રાન્સપોટૅશન સુવિધા પણ એકબીજા સાથે કનેક્ટ હશે. જેથી મુસાફર સ્ટેશન બહાર નીકળ્યા વગર તમામ સુવિધાનો લાભ લઇ શકશે.

PM મોદીના 2047ના વિઝનને ધ્યાને રાખી દેશમાં અર્થયંત્રને વેગ આપતી રેલવેનો વિકાસ કરાઈ રહ્યો છે. જ્યાં દેશમાં 1300 સ્ટેશનની કાયાપલટ કરાઈ રહી છે. જેમાં અમદાવાદમાં 3 મેજર અને 16 નાના રેલવે સ્ટેશન અપગ્રેડેશન કરાઈ રહ્યા છે. જે 3 મેજર સ્ટેશનમાં એક ભુજ, સાબરમતી અને કાલુપુર રેલવે સ્ટેશન જે રાજ્યનું સૌથી મોટું સ્ટેશન છે તેનું 2300 કરોડ ઉપર ખર્ચે ડેવલપમેન્ટ કરાઈ રહ્યું છે. તો ભુજ 300 કરોડ અને સાબરમતી 300 કરોડમાં ડેવલપ કરાઈ રહ્યું છે. જ્યાં હાલ પુરજોશ કામ ચાલી રહ્યું છે. જ્યાં સેન્ટરમાં લોકોની સુવિધાને ખાસ ધ્યાને રાખી કામ કરાઈ રહ્યું છે.

નબેમ્બર 2023માં કામનું ટેન્ડર થયું તે બાદ 6 મહિનામાં પહેલા કામ શરૂ કરાયું. 2300 કરોડ ઉપરના પ્રોજેકટમાં 2.5 લાખ સ્કવેર મીટરમાં 16 માળનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ હશે. જ્યાં પાર્કિંગ બનાવવાનું કામ શરૂ કરાયું. જેના માટે પેસેન્જર રિઝર્વેશ ઓફિસ શિફ્ટ કરી સાથે જ 40 ઓફિસ શિફ્ટ કરી તે બિલ્ડીંગ 3 મહિનામાં તોડી વસ્ત્રાપુરમાં આવેલ આલ્ફા વન મોલના પાર્કિંગ કરતા મોટું અને 3500 કાર પાર્ક થઈ શકે તેવું બે માળનું બેઝમેન્ટ પાર્કિગ બનાવાશે. જ્યા હાલ 600 મજૂર કામ કરે છે અને કોઈ બનાવ ન બન્યો તે મોટી સિધ્ધી રેલવે માટે કહી શકાય. જે 15 દિવસ પહેલા 1 મિલિયન કલાક કામ કરવાનો લક્ષ્યાંક પણ રેલવે એ પ્રાપ્ત કર્યો. જ્યાં મજૂર માટે ડોક્ટર ટીમ અને એમ્બ્યુલન્સ ની પણ વ્યવસ્થા કરાઈ. હોસ્પિટલ સાથે ટાઈઅપ પણ કરવામાં આવ્યું છે. આ સાથે જ 60 ટકા મજૂર આરોગ્ય રથમાં રજીસ્ટર થયા.

આ કામગીરી દરમિયાન બિલ્ડીંગના ફાઉન્ડેશનનું 6 મીટર અંદરની બાંધકામ બહાર કાઢ્યું. જે માર્ચમાં શરૂ કરેલી કામગીરીમાં 3 મહિનામાં બિલ્ડીંગ ડીમોલેશ કરવામાં થયા. જ્યાં નવા સ્ટેશનમાં રોડ મોટા 6 લેન બનશે. જ્યાં નીચે કોઈએ આવવું ન પડે માટે એલિવેટડ રોડ જે કાલુપુર અને સારંગપુર બને બ્રિજ ને જોડતો એલિવેટેડ રોડ હશે. તો ટ્રેન-મેટ્રો-AMTS-BRTS અને રીક્ષા બધાને એક સાથે સુવિધા લોકોને મળશે. જે બુલેટ ટ્રેનમાંથી બહાર નીકળ્યા વગર મુસાફર રેલવે અને મેટ્રો ટ્રેન અને બસ-રીક્ષા પકડી શકશે તેવી નવા સ્ટેશનની ડિઝાઇન તૈયાર કરાઈ છે.

એટલું જ નહીં પણ આ સાથે સાબરમતી રેલવે સ્ટેશન કે જ્યાં સાબરમતી જેલ તરફ અને રામનગર તરફનું સાબરમતી સ્ટેશન પણ ડેવલપ કરાઈ રહ્યું છે. જ્યાં બે સ્ટેશન વચ્ચે બુલેટ ટ્રેન કનેકટ થશે. તો મેટ્રોને BRTS સાથે કનેક્ટ કરવામાં આવી છે. સાબરમતી રેલવે સ્ટેશનનું પણ કામ પુરજોશ ચાલી રહ્યું છે. જે અમદાવાદના બે સ્ટેશન બનતા અમદાવાદ વાસી અને તેમાં પણ ખાસ રેલવેમાં મુસાફરી કરતાને સૌથી મોટો લાભ થશે. અને તેનાથી શહેર, રાજ્ય અને દેશના અર્થતંત્રને પણ વેગ મળશે. કાલુપુર રેલવે સ્ટેશન સૌથી મોટું સ્ટેશન હોવાથી લોકો માટે તે સ્ટેશન બનતા અનેક સુવિધા સાથે તે સ્ટેશન એક આકર્ષણ નું કેન્દ્ર પણ બનશે. જોકે ત્યાં સુધી વાહન ચાલક અને શહેરીજનોએ થોડી હાલાકી ભોગવવી પડશે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button