વલસાડમાં કચરાના ઢગલામાંથી આધારકાર્ડ મળી આવ્યા આ ઘટનાને લઇ વિવિધ સવાલો ઉઠ્યા હતા ,
જેમાં કોન દ્વારા અને કેમ આ કરતૂત કરવામાં આવી તેને લઇ તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી તેવી માંગ શહેરીજનોમા ઉઠી છે.

એક્તરફ સરકાર દ્વારા બેંક સહિતની તમામ જગ્યાઓ પર આધારકાર્ડ ફરજીયાત કરવામાં આવ્યું છે. બીજીતરફ અતિ મહત્વના ગણાતા આ દસ્તાવેજની જાણે કોઈ કિંમત જ ન હોય તેમ અવારનવાર ડુપ્લીકેટ આધારકાર્ડ મળવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આવનારા દિવસોમાં સરકાર આધારે કાર્ડને ઈ- ટ્રાન્જેક્શન સાથે પણ જોડવામાં આવનાર છે. ત્યારે આધારકાર્ડની વિશ્વસનીયતા અને તેના દ્વારા થતા વ્યવહારો પણ જોખમી લાગી રહ્યા છે.
અગાઉ પણ આધારકાર્ડ અનેક સ્થળેથી કચરાના ઢગલામાં કે કચરા ટોપલીમાં પડેલા જોવા મળ્યા છે. જો કે ભૂતકાળમાં પણ આવી સ્થિતિ સર્જાઇ હોવા છતા સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી. ત્યારે આજરોજ આવો જ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. જેમાં વલસાડ શહેરમાં એક કચરાના ઢગમાં આધારાકાર્ડ મળી આવ્યા હતા. જેમાં શહેરના હાલાર રોડ પર આધારકાર્ડ કચરામાં મળી આવ્યા હતા.
ત્યારે આ ઘટનાને લઇ વિવિધ સવાલો ઉઠ્યા હતા. જેમાં ગંભીર બેદરકારીના કારણે આ સ્થિતી સર્જાઇ. આ સ્થળ પર 15 થી વધારે આધારકાર્ડ મળી આવ્યા છે. જેને લઇ વિવિધ ચર્ચાઓ જાગી છે. ઉપરાંતના વિસ્તારના લોકો દ્વારા તંત્ર સમક્ષ તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.