ગુજરાત

ગુજરાત જાહેર સેવા આયોગ વર્ષ 2025નું ભરતી કેલેન્ડર જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં જાહેર કરશે.

રાજ્યમાં લાંબા સમયથી સરકારી ભરતીની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે

ગુજરાત જાહેર સેવા આયોગના ચેયરમેન હસમુખ પટેલે સોશલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરી આ માહિતી આપી હતી. હસમુખ પટેલે પોસ્ટમાં ઉલ્લેખ કર્યો કે સરકારના અલગ- અલગ વિભાગો સાથે પરામર્શ ચાલી રહ્યો છે. તે પૂર્ણ થતા ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે. વધુમાં પરીક્ષા દરમિયાન નિયમોને લઈને પોસ્ટ કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે GPSCની પરીક્ષાઓમાં પારદર્શક પાણીની બોટલ ઉમેદવારો પરીક્ષા ખંડમાં લઈ જઇ શકશે. તેના પર કોઈ લેબલ કે લખાણ ના હોવું જોઈએ જેથી તેનો ઉપયોગ કોઈ માહિતી લખવા માટે ન કરી શકાય.

નોંધનીય છે કે GPSC દ્ધારા આગામી 22 ડિસેમ્બરના રોજ લેવામાં આવનારી રાજ્ય વેરા નિરીક્ષક STIની ભરતીમાં કેન્દ્ર ફાળવવામાં પરિવર્તન કરવામાં આવ્યું છે. આજ સુધી જીપીએસસી દ્વારા ઉમેદવારની પરીક્ષા તેના જિલ્લા કેન્દ્ર પર લેવામાં આવતી હતી. પરંતુ આ વખતે આયોગે તેમાં ફેરફાર કરીને નજીકના જિલ્લામાં પરીક્ષા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે. આ અંગે આયોગના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે પરીક્ષા કેન્દ્ર જિલ્લા બહાર આપવાને કારણે ઉમેદવારોને મુશ્કેલી પડે તે સમજી શકાય તેમ છે. ભૂતકાળમાં પોતાના જિલ્લાના સંપર્કનો ઉપયોગ કરી પરીક્ષામાં ગરબડ કર્યાના બનાવો રાજ્યની કેટલીક પરીક્ષાઓમાં થયેલા છે તેને ધ્યાનમાં રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button