ઝોમેટો – સ્વીગી સહિતની કંપનીઓને ઈનપુટ ટેક્ષક્રેડીટની સુવિધા બંધ કરવા નિર્ણય ,
સરકાર આ પ્રકારના ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર જે હાલ 18%નો સર્વિસ ટેક્ષ- જીએસટીના ભાગરૂપે લે છે તે ઘટાડી 5% કરવા જઈ રહી છે.

આગામી દિવસોમાં તમો ઝોમેટો કે સ્વીગીમાંથી ફુડ ઓર્ડર કરો તો ડિલીવરી ચાર્જ પરનો ઘટેલો જીએસટી તમોને આશ્ર્ચર્ય થશે પણ તમારા ટોટલ બિલમાં તેનો ફાયદો દેખાશે નહી. સરકાર આ પ્રકારના ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર જે હાલ 18%નો સર્વિસ ટેક્ષ- જીએસટીના ભાગરૂપે લે છે તે ઘટાડી 5% કરવા જઈ રહી છે.
પરંતુ સાથોસાથ આ કંપનીમાં જે ઈનપુટ ટેક્ષ ક્રેડીટનો લાભ લે છે તે પરત ખેચી લેશે. હાલમાં જ ઝોમેટોને સરકારે 2019 થી 2022 વચ્ચેના ટેક્ષ લેણા પેટે રૂા.8000 કરોડ ચુકવવા નોટીસ આપી તે સમયે ધ્યાનમાં આવ્યું કે આ પ્રકારની ફુડ ડિલીવરી કંપનીઓ જેના પર જે 18%નો જીએસટી લાગે છે તેમાં 12થી13% તો ઈનપુટ ટેક્ષક્રેડીટ સ્વરૂપે પરત લઈ લે છે અને સરકારને 5% આસપાસ જ નેટટેક્ષ કલેકશન થાય છે.
આ પ્રકારે ટેક્ષક્રેડીટથી કંપનીઓ કરચોરી પણ કરતી હોવાનું બહાર આવ્યા બાદ હવે તા.1 જાન્યુઆરી 2025થી ઝોમેટો-સ્વીગી સહિતની ફુડ ડિલીવરી કંપનીઓ પાસેથી 5% સર્વિસ ટેક્ષ જીએસટી હેઠળ વસુલાશે અને તેમાં કોઈ ઈનપુટ ટેક્ષ ક્રેડીટ મળશે નહી. જેના કારણે કરચોરીની જે શકયતા છે તે નહીવત થઈ જશે અને ઈનપુટ ટેક્ષ ક્રેડીટની કોઈ ચિંતા જ રહેશે નહી….