શેરબજાર મામૂલી ઘટાડા સાથે ખુલ્યું BSE પર સેન્સેક્સ 18 પોઈન્ટના ઘટાડા સાથે 80,618.43 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી 0.16 ટકાના ઘટાડા સાથે 24,297.95 પર ખુલ્યો,
યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજદર અંગેના નિર્ણય પહેલા રોકાણકારોના સાવચેતીભર્યા વલણ વચ્ચે ઓલરાઉન્ડ વેચવાલીથી બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારોમાં નકારાત્મક વલણ વચ્ચે, સ્થાનિક બજારમાંથી વિદેશી મૂડી પાછી ખેંચી લેવાથી રોકાણકારોના સેન્ટિમેન્ટને પણ અસર થઈ છે

ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે બુધવારે શેરબજાર (Share Market Update) મામૂલી ઘટાડા સાથે રેડ ઝોનમાં ખુલ્યું. BSE પર સેન્સેક્સ (Sensex) 18 પોઈન્ટના ઘટાડા સાથે 80,618.43 પર ખુલ્યો. જયારે NSE પર નિફ્ટી (Nifty) 0.16 ટકાના ઘટાડા સાથે 24,297.95 પર ખુલ્યો. નિફ્ટી પર સવારના ટ્રેડિંગ દરમિયાન, શ્રીરામ ફાઇનાન્સ, સન ફાર્મા, આઇટીસી, વિપ્રો, ડૉ. રેડ્ડીઝ લેબ્સના શેર્સ તેજી સાથે ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે ટાટા મોટર્સ, પાવર ગ્રિડ કોર્પ, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, એલએન્ડટીના શેરમાં ઘટાડો થયો હતો.
યુએસ ફેડરલ રિઝર્વના વ્યાજદર અંગેના નિર્ણય પહેલા રોકાણકારોના સાવચેતીભર્યા વલણ વચ્ચે ઓલરાઉન્ડ વેચવાલીથી બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. વૈશ્વિક બજારોમાં નકારાત્મક વલણ વચ્ચે, સ્થાનિક બજારમાંથી વિદેશી મૂડી પાછી ખેંચી લેવાથી રોકાણકારોના સેન્ટિમેન્ટને પણ અસર થઈ છે. આ સાથે, ડોલર સામે રૂપિયો અત્યાર સુધીના સૌથી નીચા સ્તરે આવી જવાને અને વધારે વેપાર ખાધથી પણ બજાર (Share Market Update) પર દબાણ જોવા મળી રહ્યું છે.
યુએસ ફેડના વ્યાજ દરના નિર્ણય પહેલા રોકાણકારોના સાવચેતીભર્યા વલણને કારણે આજે વેચવાલી જોવા મળી રહી છે. કારોબારી સપ્તાહના બીજા દિવસે શેરબજાર ભારે ઘટાડા સાથે રેડ ઝોનમાં બંધ થયું. BSE પર સેન્સેક્સ (Sensex) 1064 પોઈન્ટના ઘટાડા સાથે 80,684.45 પર બંધ થયો, જયારે NSE પર નિફ્ટી (Nifty) 1.40 ટકાના ઘટાડા સાથે 24,322.50 પર બંધ થયો.
નિફ્ટી (Nifty) પર ટ્રેડિંગ દરમિયાન, જ્યોતિ સીએનસી ઓટોમેશન, ક્વેસ કોર્પ, મઝાગોન ડોક શિપ, ફાઇવ-સ્ટાર બિઝનેસ ફાઇનાન્સના શેર્સ ટોપ ગેનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે શ્રીરામ ફાઇનાન્સ, ભારતી એરટેલ, ગ્રાસિમ, હીરો મોટોકોર્પ અને ઇન્ડસઇન્ડ બેન્કના શેર ટોપ લૂઝર્સની યાદીમાં સામેલ હતા. તમામ ક્ષેત્રીય સૂચકાંકો રેડ ઝોનમાં ટ્રેડ થયા, જેમાં ઓટો, બેંક, એનર્જી, મેટલ, ઓઇલ અને ગેસ દરેક 1-1 ટકાનો ઘટાડો થયો. BSE મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.5-0.5 ટકા ઘટ્યા.
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)