જાણવા જેવું

અમેરિકામાં H-1B વિઝાના નિયમોમાં કરાયા ફેરફાર ; હોમલેન્ડ સિક્યોરીટી વિભાગ (DHS) એ , H-1B વિઝા કાર્યક્રમને વધુ આધુનિક બનાવવાની વાત કરી છે ,

અમેરિકન નાગરિકતા અને ઈમિગ્રેશન સર્વિસિસ (USCIS) એ અમેરિકામાં અભ્યાસ અંતે ગયેલા અને નોકરીની ઈચ્છા રાખનાર ભારતીયો માટે એક રાહતપૂર્ણ સમાચાર આપ્યા છે

હોમલેન્ડ સિક્યોરીટીના સચિવે જણાવ્યું કે “અમેરિકી વ્યવસાય વધારે કુશળ પ્રતિભાઓની ભરતી માટે , H-1B વિઝા પર નિર્ભર છે , જેનાથી દેશના તમામ સમુદાયોને લાભ મળી રહ્યો છે” આ જાહેરાતથી હવે અમેરિકન કંપનીઓને મહત્ત્વપૂર્ણ પદ માટે વધુ સક્ષમ લોકો મળી રહેશે. 17 જાન્યુઆરી 2025થી લાગુ થનાર આ નિયમથી ભારતીયોને વધુ લાભ થવાની સંભાવના છે.

  • નવા નિયમના મુખ્ય અપડેટમાં F1 વિઝા ધારક વિદ્યાર્થીઓ માટે H-1B સ્થિતિમાં રોજગાર સુનિશ્ચિત કરવા માટની ખાતરી આપવામાં આવી છે.
  • નવો નિયમ H-1B વિઝા માટે પહેલાથી જ મંજૂર કરાયેલ વ્યક્તિઓ માટે ઝડપી પ્રક્રિયા કરવાની મંજૂરી આપે છે અને ચોક્કસ શરતો હેઠળ લાભાર્થીઓને યોગ્ય કંપનીમાં યોગ્ય સ્થાન પ્રદાન કરશે.
  • વધુમાં, નવો નિયમ USCIના નિરીક્ષણોનું પાલન ન કરવા બદલ દંડ કરવાની સત્તાને મજબૂત કરશે જેથી કાર્યક્રમની અખંડિતતા જળવાઈ રહે.
  • USCIS મુજબ, H-1B વિઝા અરજદારો યુએસના કાનૂનને અનુસરતા હોવા જોઈએ અને તમામ પ્રક્રિયા યુએસ કાનૂની વ્યવસ્થાને આધીન રહેશે.

અમેરિકન કંપનીઓ ભારત અને ચીન જેવા દેશોમાંથી દર વર્ષે હજારો કામદારોને હાયર કરવા માટે H-1B વિઝા પર આધાર રાખે છે. H-1B વિઝા ધારકોમાં ભારતીયોની સંખ્યા વધુ છે અને વર્ષ 2023 માં 386000 લોકોને હ બ વિઝા આપવામાં આવ્યા હતા જેમાં 72.3% ભારતીયો હતા. H-1B વિઝા અરજીઓ ઘણીવાર વાર્ષિક મર્યાદા કરતાં વધી જાય છે અને વિઝા લોટરી સિસ્ટમ દ્વારા આપવામાં આવે છે. જેના લીધે ઘણા લાયક અરજદારો ફક્ત સંયોગને કારણે તક ગુમાવે છે. જો કે, કેપ-મુક્ત સંસ્થાઓ, જેમ કે કેટલીક બિન નફાકારક અને સરકારી સંશોધન સંસ્થાઓ, વાર્ષિક મર્યાદા દ્વારા મર્યાદિત કર્યા વિના વર્ષભર H-1B વિઝા માટે અરજી કરી શકે છે.નવા નિયમ હેઠળ, આ સંસ્થાઓને વધુ સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરવામાં આવશે અને એ શોધવામાં આવશે કે કઈ સંસ્થાઓ કેપ મુક્તિ માટે પાત્ર છે.

News Click 24

Poll not found

Related Articles

Back to top button