કેન્દ્ર સરકારની પીએમજેએવાય યોજનામાં નાણાં કમાવવા માટે દર્દીઓની બીનજરૂરી સારવાર, રીપોર્ટમાં ચેડા સહિતના કિસ્સા પ્રકાશમાં આવી જ રહ્યા છે ,
અમદાવાદ નરોડાની શેલ્બી હોસ્પિટલમાં પીએમજેએવાય યોજના હેઠળ સારવાર લઈ રહેલા 62 વર્ષના દર્દીના મૃત્યુને લઈને વિવાદ ઉભો થયો છે. પરિવારજનો ડોકટરની બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે ,

કેન્દ્ર સરકારની પીએમજેએવાય યોજનામાં નાણાં કમાવવા માટે દર્દીઓની બીનજરૂરી સારવાર, રીપોર્ટમાં ચેડા સહિતના કિસ્સા પ્રકાશમાં આવી જ રહ્યા છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પીટલ બાદ હવે શેલ્બી હોસ્પિટલનુ નામ વિવાદમાં સપડાયુ છે.
પગની નસ દબાવવાની તકલીફને કારણે પીએમજેએવાય યોજના હેઠળ સારવાર માટે શેલ્બી હોસ્પીટલમાં દાખલ થયેલા ગીરગઢડાના વૃદ્ધનુ મોત નિપજયુ હતું. પરિવારજનોએ તબીબી બેદરકારીનો આરોપ લગાવ્યો છે.
અમદાવાદ નરોડાની શેલ્બી હોસ્પિટલમાં પીએમજેએવાય યોજના હેઠળ સારવાર લઈ રહેલા 62 વર્ષના દર્દીના મૃત્યુને લઈને વિવાદ ઉભો થયો છે. પરિવારજનો ડોકટરની બેદરકારીનો આરોપ લગાવી રહ્યા છે.
નરોડામાં આવેલી શેલ્બી હોસ્પિટલમાં આ યોજના હેઠળ સારવાર આપીને 62 વર્ષીય દર્દીનું 11 નવેમ્બર 2024ના રોજ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ઓપરેશન બાદ દર્દીની તબીયત બગડતી ગઈ અને થોડા દિવસોમાં તેમનું મૃત્યુ થયું.
અમદાવાદના નરોડા વિસ્તારમાં શેલ્બી હોસ્પિટલમાં 8 નવેમ્બર 2024ના રોજ ગીર ગઢડાના એક 62 વર્ષના વૃધ્ધ પગમાં તકલીફ થતા પીએમજેએવાય કાર્ડ હેઠળ સારવાર માટે દાખલ થયા હતા.
12 ડિસેમ્બરના રોજ તેમનું મોત નીપજયું હતું. જેને લઈને પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, શેલ્બી હોસ્પિટલના ડોકટરોની બેદરકારીના કારણે વૃધ્ધના લીવર અને કિડની ખરાબ થઈ ગયા અને મગજનો લકવો થઈ ગયો હતો. જે બાદ દર્દીનું મોત થયું હતું.
મૃતકના પરિવારજને જણાવ્યું કે, નરોડાની શેલ્બી હોસ્પિટલના ડોકટરોની ભૂલના કારણે દર્દીનું મૃત્યું થયું. આ યોજના હેઠળ દર્દીને સારવાર માટે લાવવામાં આવ્યા છે, પરંતુ તકલીફ થાય છે એટલે ડોકટર છટકી જાય છે અને બીજી હોસ્પિટલમાં મોકલી આપે છે. પરિવારજનોનું કહેવું છે કે, હોસ્પિટલે પીએમજેએવાય યોજના હેઠળ કિડનનીનો ઈલાજ કરવાની ના પાડી દીધી હતી અને સિવિલ હોસ્પિટલમાં જવા માટે કહ્યું હતું.
જોકે હોસ્પિટલે તમામ આક્ષેપોને ફગાવતા જણાવ્યું હતું કે, દર્દીની તબીયત ગંભીર હતી અને તેમણે શ્રેષ્ઠ સારવાર આપી હતી. હોસ્પિટલનું કહેવું છે કે, દર્દીને કોઈ અન્ય હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા ન હતા. આ મામલે પોલીસ આગળની યોગ્ય તપાસ ચલાવી રહી છે.
આ મામલે સ્થાનિક નરોડા પોલીસમાં અરજી પણ કરી છે. પગની નસ દબાવી હોવાની તકલીફ હોવાથી ઓપરેશન કર્યુ તેમ છતાં તેઓની વધુ તબીયત બગડી અને 12 ડિસેમ્બરના રોજ તેમનું મોત થયું હતું. 30 દિવસ સુધી તેઓને સારવાર કરી પરંતુ મોટાભાગનો સમય તેઓ વેસ્ટીલેટર પર જ રહ્યા છે. ભાનમાં આવ્યા જ નથી.